ANI
બોલીવૂડમાં કહેવાય છે કે, ભલે અક્ષયકુમારની ફિલ્મો સતત ફ્લોપ જતી હોય પરંતુ તેનો દબદબો યથાવત છે. અત્યારે મોટા કલાકારોની ફિલ્મો બે કે ત્રણ વર્ષે રીલીઝ થતી હોય છે. પરંતુ અક્ષયકુમારની ફિલ્મો વર્ષભર સુધી છવાયેલી રહે છે, તેની ફિલ્મો આખું વર્ષ થિએટરમાં જોવા મળતી રહે છે. જોકે, ફિલ્મના સમીક્ષકો આ જ બાબતને અક્ષયકુમારની ફિલ્મો ફ્લોપ જવાનું કારણ માને છે. હવે અક્ષયકુમારના ચાહકોમાં તેની ફિલ્મોની આતુરતા જોવા મળતી નથી. તેનું પરિણામ બોક્સ ઓફિસ પર પણ દેખાય છે. આ જ મુદ્દો તેની છેલ્લી કેટલીક ફ્લોપ ફિલ્મો માટે પણ જવાબદાર છે.
જોકે, બોલીવૂડમાં આ વર્ષે 15 ઓગસ્ટનો દિવસ અક્ષયકુમારના નામે હશે તેવું કહેવાય છે. કારણ કે, એક જ દિવસમાં અક્ષયકુમારની ત્રણ ફિલ્મો સિનેમા હોલમાં એક સાથે રજૂ થશે અને એકબીજા સાથે સ્પર્ધા કરશે.
અક્ષયની નવી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ 15 ઓગસ્ટે રિલીઝ થશે. તાજેતરમાં રીલીઝ થયેલી તેની ‘સરફિરા’ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર કોઈ ખાસ બિઝનેસ કરી શકી નથી. હજુ તો આ ફિલ્મ થિએટરમાં ચાલી રહી છે, ત્યાં તેની બીજી ત્રણ ફિલ્મો રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ઉપરાંત 15 ઓગસ્ટે ‘સ્ત્રી 2’ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પણ અક્ષયે મહેમાન કલાકારનો રોલ કર્યો છે. ‘સ્કાફોર્સ’ ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે, તે પણ 15 ઓગસ્ટે રિલીઝ થશે, તેમાં પણ અક્ષય છે.
આ સમયે એક અભિનેતા પોતાની ફિલ્મ માટે પ્રથમ દિવસે 2.5 કરોડની કમાણી માટે પણ સંઘર્ષ કરે છે, ત્યારે તેના માટે એક જ દિવસમાં ત્રણ જુદીજુદી ફિલ્મમાં એક સાથે દેખાવું એક કલાકાર માટે સમજદારીભર્યું માનવામાં આવતું નથી.

LEAVE A REPLY