એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ દ્વારા લાયન્સ ક્લબ લંડન કિંગ્સબરી, લાયન્સ ક્લબ લંડન સેન્ટ્રલ હોસ્ટ અને પ્રાણશા સાથે મળીને વેસ્ટર્ન કેન્યામાં આવેલા કિસુમુની લાયન્સ આઈ હોસ્પિટલ માટે ફંડ એકત્ર કરવા 27 જુલાઈના રોજ સાઉથ હેરોના ધમેચા લોહાણા સેન્ટર ખાતે ફંડ રેઈઝિંગ ઈવેન્ટમાં £100,000 થી વધુના ભંડોળ માટે પ્લેજીસ જાહેર કરાયા હતા.

કિસુમુની પાંચ એકરની સાઇટ પર બાંધકામ ઝડપથી પ્રગતિ ક રી રહ્યું છે અને એકવાર હોસ્પિટલનું નિર્માણ થઇ ગયા બાદ આંખની નાની સારવાર માટે પણ નૈરોબી જવું પડે છે તે તકલીફનો હલ આવશે. હોસ્પિટલ અંદાજે જૂન 2025માં શરૂ થયા પછી દરરોજ 80 ઇનપેશન્ટ અને 400 આઉટ પેશન્ટ્સને સારવાર અપાશે. આ હોસ્પિટલોનો ઉપયોગ ટીચિંગ અને રેફરલ આઇ હોસ્પિટલ તરીકે કરવામાં આવશે. કાર્યક્રમ માટે કેન્યાથી ખાસ પધારેલા પ્રોજેક્ટ ચેરમેન શ્રી રમેશ મહેતાએ હોસ્પિટલની જરૂરિયાત અને લાભો અંગે માહિતી આપી હતી.

દિવસની શરૂઆત સ્નેહા મકનજી એન્ડ ગ્રુપ દ્વારા સવારે 9 વાગ્યે પૂજા અને ત્યારબાદ 10.30 થી લગભગ 4.30 વાગ્યા સુધી 51 હનુમાન ચાલીસાના સુરીલા પાઠથી થઈ હતી. લગભગ 350 શુભેચ્છકોએ હાજરી આપી હતી. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઘણા મહાનુભાવો કેન્યાથી ખાસ પધાર્યા હતા. સાંજે 5 કલાકે મહાપ્રસાદ પછી, સાંજે 7થી ભારતના ગૌરી કવિ અને શશી રાણાએ મોડી રાત સુધી સંગીત જલસાનો લાભ આપ્યો હતો.

LEAVE A REPLY