(ANI Photo)

હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે તેના 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેના તમામ સ્વયંસેવકોને અભિનંદન અને શુભેચ્છા પાઠવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આરએસએસ રાષ્ટ્ર સેવા માટે સમર્પિત છે.
X પરની એક પોસ્ટમાં મોદીએ RSSના વડા મોહન ભાગવતના વાર્ષિક વિજયાદશમીના સંબોધનની લિંક શેર કરી હતી અને ફરજિયાત સાંભળવા જેવી ગણાવી હતી.

હિન્દુવાદી સંગઠનની પ્રશંસા કરતા મોદીએ કહ્યું હતું કે ‘મા ભારતી’ પ્રત્યેનો તેનો સંકલ્પ અને સમર્પણ દરેક પેઢીને પ્રેરણા આપે છે અને ‘વિકસિત ભારત’ના ધ્યેયને સાકાર કરવામાં નવી ઊર્જાનો સંચાર કરશે.સંસ્થાની સ્થાપના 1925માં ‘વિજ્યાદશમી’ પર કરવામાં આવી હતી, જેને ‘દશેરા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. છેલ્લા નવ દાયકાઓમાં, સંગઠન માત્ર તેનો વ્યાપક વિકાસ જ જોયો નથી, પરંતુ તેના આદર્શો અને સિદ્ધાંતોએ કરોડો જીવનને સ્પર્શ્યું છે, ઉપરાંત ભારતીયો રાજનીતિ પર નોંધપાત્ર અસર છોડી છે.

LEAVE A REPLY