. (ANI Photo)
સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ જમ્મુ વિસ્તારના ડોડામાં ત્રાસવાદીઓ સાથેની અથડામણમાં એક આર્મી કેપ્ટન શહીદ થયાં હતાં. સુરક્ષા દળોએ એક આતંકીને પણ ઠાર કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના ઉધમપુરી-ડોડા-કિશ્તવાડ વિસ્તારમાં તાજેતરના દિવસોમાં આ ચોથું એન્કાઉન્ટર છે.
શિવગઢ-અસાર પટ્ટામાં છુપાયેલા વિદેશી આતંકવાદીઓના જૂથને શોધવા માટે સુરક્ષા જવાનોએ  કોર્ડન-એન્ડ-સર્ચ ઓપરેશન (CASO) હાથ ધર્યું ત્યારે ફાયરિંગ ચાલુ થયું હતું. ઓપરેશન દરમિયાન કેપ્ટન દીપક સિંઘ ગંભીર રીતે ઘાયલ થયાં હતાં અને તેમને લશ્કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં ઇજાઓને કારણે મોત નીપજ્યું હતું. ઠાર કરાયેલા આતંકી પાસેથી AK 47 મળી હતી. બાકીના આતંકીઓને શોધવા માટે આપરેશન ચાલુ હતું.
તાજેતરના સમયમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓમાં અચાનક વધાર વચ્ચે સંરક્ષણ પ્રધાન મંત્રી રાજનાથ સિંહે બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. નવી દિલ્હીના સાઉથ બ્લોકમાં આયોજિત આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સહિત અનેક ટોચના અધિકારીઓએ હાજરી આપી હતી. દરમિયાન  સ્વતંત્રતા દિવસ પહેલા સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષા દળોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જમ્મુના ડોડામાં ચાલી રહેલા ઓપરેશન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

LEAVE A REPLY