સરકારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના મેનેજિંગ ડાયરેક્ટર (એમડી)ના પદ માટે રામા મોહન રાવ અમરાની નિમણૂકને મંજૂરી આપી હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર અમરાની ત્રણ વર્ષના સમયગાળા માટે બેંકમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાઈ હતી.
દેશની સૌથી મોટી બેન્ક ચેરમેન તરીકે સીએસ સેટ્ટીની બઢતીને કારણે ખાલી જગ્યા પડી હતી અને તે માટે આ નિયુક્તિ કરાઈ છે. અમરા 1991થી SBI સાથે સંકળાયેલા છે. શરૂઆતમાં પ્રોબેશનરી ઓફિસર તરીકે જોડાયા હતાં. તેમની કારકિર્દી ક્રેડિટ, જોખમ, છૂટક અને આંતરરાષ્ટ્રીય બેંકિંગ સહિતના વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલી છે. આ નિમણૂક પહેલા અમરા SBIના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ રિસ્ક ઓફિસર તરીકે સેવા આપી હતી. તેઓ SBIની શિકાગો શાખાના CEO અને SBI કેલિફોર્નિયાના પ્રેસિડેન્ટ અને CEO તરીકે હોદ્દા પર હતા.