સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટીને મંગળવારે નિયુક્ત કરાયા હતાં. તેમનો કાર્યકાળ 28 ઓગસ્ટ અથવા તે પછી ત્રણ વર્ષ માટેનો હશે. કેબિનેટની નિમણૂક સમિતિએ આ નિર્ણયને મંજૂરી આપી હતી.સેટ્ટી વર્તમાન ચેરમેન દિનેશ ખારાના અનુગામી બનશે, જેમની મુદત 28 ઓગસ્ટના રોજ પૂરી થાય છે. આ ઉપરાંત, સરકારે રાણા આશુતોષ કુમાર સિંહને SBIમાં મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે નિયુક્ત કર્યા છે.
સેટીએ લગભગ 35 વર્ષ સુધી SBI માટે કામ કર્યું છે અને તેઓ આંતરરાષ્ટ્રીય બેંકિંગ, વૈશ્વિક બજારો અને ટેકનોલોજીના વડા છે. તેમણે જાન્યુઆરી 2020માં SBIના MD તરીકે ચાર્જ સંભાળ્યો હતો. તેઓ કૃષિમાં વિજ્ઞાન સ્નાતકની પદવી ધરાવે છે.