REUTERS/Mohammad Ponir Hossain

બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધમાં ફાટી નીકળેલા રમખાણોમાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયાં હતાં અને બીજા સેંકડો ઘાયલ થયા છે. આંદોલનકારી વિદ્યાર્થીએ ગુરુવારે ઢાંકામાં ગુરુવારે બીટીવીના હેડક્વાર્ટરને સળગાવી દીધું હતું. બીજા એક જિલ્લામાં દેખાવકારોએ જેલ તોડીને કેદીઓને છોડી મૂક્યા હતા અને તે પછી જેલ સળગાવી દીધી હતી.  ગુરુવારે ઓછામાં ઓછા 25 લોકોના મોત થયાં હતાં અને સેંકડો ઘાયલ થયાં હતાં. એક સપ્તાહમાં આશરે 32 લોકોના મોત થયા છે.

શેખ હસીના સરકારે શાળાઓ અને યુનિવર્સિટીઓને અનિશ્ચિત સમય માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે. પોલીસે દેશની બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો વધારી દીધા છે. ભારતીય હાઈ કમિશને બાંગ્લાદેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને ઘરમાં જ રહેવા સલાહ આપી હતી.

વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશની આઝાદી સમયે પાકિસ્તાન સામેનાં યુદ્ધમાં ભાગ લેનારા સૈનિકો અને તેમના પરિવારજનો માટે શિક્ષણ સંસ્થાઓ તેમજ સરકારી નોકરીઓમાં ૩૦% અનામતનો કાયદો બનાવ્યો છે. વિદ્યાર્થીઓ આ અનામત સામે ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. નવા કાયદા સામે દેશની સર્વોચ્ચ અદાલતમાં અપીલ પણ થઇ છે. તે કેસની સુનાવણી ૭મી ઓગસ્ટે શરૂ થવાની છે. તેનો ચુકાદો આવે ત્યાં સુધી રાહ જોવા તથા શાંતિ-સૌહાર્દ જાળવવા વડાપ્રધાન શેખ હસીનાએ જનતાને અપીલ કરી હતી. પરંતુ શેરીઓમાં હિંસા વધુ વકરી હતી. પોલીસે ફરીથી રબર બુલેટ્સ અને ટીયર ગેસ છોડીને દેખાવકારોને વિખેરી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આ રમખાણો ઢાકા પૂરતાં જ મર્યાદિત ન રહેતાં ચતગાંવ, ખુલના, વગેરે શહેરોમાં પણ પ્રસર્યા છે.

LEAVE A REPLY