કેનેડામાં ઉચ્ચ સ્તરીય ઇમિગ્રેશન સામેના વલણમાં સતત વધારો થઇ રહ્યો છે, આ સ્થિતિમાં નવા આવનારા સૌથી મોટા સમૂહને, ભારતના અને વિશેષમાં શીખ લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. લેજર ફોર એસોસિયેશન ઓફ કેનેડિયન સ્ટડીઝના તાજેતરના સર્વે મુજબ, 60 ટકા ઉત્તરદાતાઓ માને છે કે, દેશમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યા “ઘણી વધુ” છે, જેમાં ફેબ્રુઆરીથી 10 ટકાનો વધારો છે. માર્ચ 2019માં આ સંખ્યા 35 ટકા હતી, જ્યારે 49 ટકા લોકો માને છે કે દેશમાં યોગ્ય સંખ્યામાં ઇમિગ્રન્ટ્સ આવી રહ્યા છે. ત્યાર પછીનો આંકડો હવે ઘટીને 28 ટકા થઈ ગયો છે. એસોસિએશનના અભિપ્રાય મુજબ ઇમિગ્રેશનના વિરોધનું આ સ્તર “આ સદીમાં” તેના સર્વોચ્ચ સ્તરે છે. કેનેડામાં ભારતીયો ઇમિગ્રન્ટ્સમાં સૌથી મોટો સમુદાય છે, પછી તે કાયમી રહેવાસી (પીઆર) હોય અથવા સ્ટુડન્ટ જેવા હંગામી વિઝા પર આવ્યા હોય, અને તેમાં પણ શીખ લોકો સૌથી વધુ જોવા મળે છે, કારણ કે તેઓ તેમની પાઘડીના કારણે અલગ દેખાય છે.
આ કારણે ફક્ત ઓન્ટારિયો પ્રાંતમાં છેલ્લા મહિનામાં વંશીય શારીરિક હુમલાઓ થયા છે, જેમાં પીટરબરો શહેરમાં બનેલી એક ઘટનાને સ્થાનિક પોલીસે “હેઇટ ક્રાઇમ” તરીકે નોંધી હતી. પીટરબરો પોલીસના નિવેદન મુજબ, 25 જુલાઈના રોજ વહેલી સવારે ચાર યુવકોએ એક વ્યક્તિ પર થૂંકીને તેની પાઘડી કાઢીને ફેંકી દીધી હતી.
આ ઉપરાંત શીખ સમુદાયો પર ઓનલાઇન હુમલા પણ થઇ રહ્યા છે.

LEAVE A REPLY