Nirav Modi threatened with murder or suicide in India
ફાઇલ ફોટો (PTI Photo)

ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પીએનબી બેન્ક લોન કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડૂ નીરવ મોદીની વધુ રૂ.29.75 કરોડની સંપત્તિ બુધવારે જપ્ત કરી હતી. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઓનર(CBI)એ દાખલ કરેલી FIRના આધારે EDએ મની લોન્ડરિંગના એન્ગલથી તપાસ કરીને આ કાર્યવાહી કરી હતી. નીરવ મોદી હાલમાં યુકેની જેલમાં બંધ છે.

FIRમાં નીરવ મોદી પર રૂ.6498.20 કરોડના બેન્ક લોન કૌભાંડનો આરોપ છે. તપાસ દરમિયાન ભારતમાં નીરવ મોદી અને તેની કંપનીઓ સાથે જોડાયેલી રૂ. 29.75 કરોડની સંપત્તિની ઓળખ કરાઇ હતી. તેમાં જમીન, ઈમારતો અને બેંક ખાતામાં જમા રકમનો સમાવેશ થાય છે. આ મિલકતોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરાઈ છે.  PMLA તપાસ દરમિયાન, EDએ અગાઉ નીરવ મોદી અને તેના સહયોગીઓની ભારત અને વિદેશમાં લગભગ રૂ.2,596 કરોડની મિલકતો જપ્ત કરી હતી.

અગાઉ ભાગેડુ આર્થિક ગુના ધારા (FEOA), 2018 હેઠળ  મુંબઈની વિશેષ અદાલતે નીરવ મોદી અને તેના સહયોગીઓની રૂ.692.90 કરોડની મિલકતો જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત, રૂ. 1052.42 કરોડની સંપત્તિ પીએનબી અને અન્ય જૂથ બેંકોને પરત કરાઇ છે.

LEAVE A REPLY