એર ઈન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરો તેના સહપ્રવાસી પર પેશાબ કર્યો હોવાની ઘટના બહાર આવી હતી.દિલ્હી-બેંગકોક ફ્લાઇટ AI2336 માં જે વ્યક્તિ પર પેશાબ કરવામાં આવ્યો હતો તેની ઓળખ બ્રિજસ્ટોન ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર હિરોશી યાશિઝાન તરીકે થઈ હતી. આરોપી પેસેન્જરને એક મહિના માટે નો ફ્લાય લિસ્ટમાં મુકવામાં આવ્યો હતો. આરોપી તુષાર મસંદ ફ્લાઇટમાં 2D સીટ પર બેઠો હતો.2023 માં, એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક મુસાફરે સાથી મુસાફર પર પેશાબ કર્યો હોવાના ઓછામાં ઓછા બે બનાવો પ્રકાશમાં આવ્યા હતા.

એર ઈન્ડિયાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે આ ઘટના 9મી એપ્રિલની છે. દિલ્હી-બેંગકોક ફ્લાઇટ(એઆઈ2336)માં એક પેસેન્જરે નિયમની વિરુદ્ધ વર્તન કર્યું છે. આ અંગે એવિયેશન નિયમનકારી સંસ્થા ડીજીસીએના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. પેશાબ કરનાર પેસેન્જરને પણ ચેતવણી આપવામાં આવી હતી. એટલું જ નહીં, કેબિન ક્રૂએ પીડિત યાત્રીને બેંગકોકમાં અધિકારીઓની સામે ફરિયાદ ઉઠાવવામાં મદદની ઓફર કરી હતી.

 

LEAVE A REPLY