Who will become the Bajigar of Bollywood in 2023?
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલિવૂડ અભિનેતા સલમાન ખાનને કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા જાનથી મારી નાખવાની નવી ધમકી આપવામાં આવી હતી. આ ધમકીમાં દુશ્મનાવટ સમાપ્ત કરવા માટે ₹ 5 કરોડની ખંડણી માગવામાં આવી હતી. મુંબઈ ટ્રાફિક પોલીસને મોકલવામાં આવેલા વોટ્સએપ મેસેજમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો પૈસા ચૂકવવામાં નહીં આવે, તો અભિનેતાનું ભાવિ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન બાબા સિદ્દીક કરતાં પણ ખરાબ હશે. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બિશ્નોઈ ગેંગના સભ્યો બાબા સિદ્દીકની હત્યા કરી હતી.

દરમિયાન નવી મુંબઈ પોલીસે સલમાન ખાનની હત્યાના કથિત કાવતરાના સંબંધમાં એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સુખાને હરિયાણાના પાણીપતમાંથી પકડવામાં આવ્યો હતો અને નવી મુંબઈ લાવવામાં આવ્યા બાદ ગુરુવારે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો.

આ વર્ષે જૂનમાંપોલીસે દાવો કર્યો હતો કે અભિનેતાને નવી મુંબઈમાં પનવેલ નજીકના તેના ફાર્મહાઉસના રસ્તા પર ટાર્ગેટ બનાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો. એપ્રિલ 2024માં મુંબઈમાં સલમાનખાનના બાંદ્રા નિવાસની બહાર ગોળીબાર થયો હતો. સલમાનખાને આ વર્ષની શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે તે માને છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેને અને તેના પરિવારના સભ્યોને મારવાના ઈરાદાથી તેના નિવાસસ્થાને ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં પોલીસે એક ચાર્જશીટ દાખલ કરી હતી.

અભિનેતાએ પોલીસને જણાવ્યું હતું કે 2022માં તેની બિલ્ડિંગની સામેની બેન્ચ પર એક ધમકી પત્ર મળ્યો હતો, જ્યારે માર્ચ 2023માં તેમને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઈમેલ ધમકી મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, લોરેન્સ બિશ્નોઈ અને સંપત નેહરા ગેંગે ખાનની હિલચાલ પર દેખરેખ રાખવા માટે તેના બાંદ્રા નિવાસસ્થાન, પનવેલ ફાર્મહાઉસ અને ફિલ્મના શૂટિંગ સ્થળોએ રેકી કરવાના પ્રયાસોના ભાગરૂપે લગભગ 60 થી 70 સભ્યોને તૈનાત કર્યા હતાં.

 

LEAVE A REPLY