(ANI Photo)

કારગિલ વિજય દિવસના અવસરે ગુજરાત સહિતના ભાજપ શાસિત છ રાજ્યોએ શુક્રવારે રાજ્ય સરકારની નોકરીઓ માટેની ભરતીમાં અગ્નિવીર માટે અનામતની જાહેરાત કરી હતી. સશસ્ત્ર દળોમાં સેવા આપીને પરત ફર્યા બાદ તેમને નોકરીમાં અનામત આપવામાં આવશે. ઉત્તરાખંડ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ અને ઓડિશાની સરકારોએ આ મોટી જાહેરાત કરી હતી.

લશ્કરી દળોમાં ભરતીની અગ્નિપથ યોજનાને રદ કરવાની વિપક્ષની નવેસરની માગણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વાસમાં કારગિલ વોર મેમોરિયલ ખાતે પણ આ યોજનાનો બચાવ કરતાં જણાવ્યું હતું કે આ યોજનાનો હેતુ સશસ્ત્ર દળોની કાયાકલ્પ કરવાનો અને તેમને યુદ્ધ માટે સતત ફિટ રાખવાનો છે. મોદીએ આ સ્કીમનો બચાવ કર્યા તે જ દિવસે છ રાજયોએ આ જાહેરાત કરી હતી.

એક્સ પરની એક પોસ્ટમાં યુપીના મુખ્યપ્રધાન યોગીએ કહ્યું હતું કે અગ્નિવીર તેમની સેવા પછી પાછા ફરે છે, ત્યારે ઉત્તરપ્રદેશ સરકાર આ યુવાનોની પોલીસ સેવા, પીએસીમાં અગ્રતાના ધોરણે ભરતીની સુવિધા પૂરી પાડશે. ઉત્તરપ્રદેશ પોલીસેમાં તેમના માટે અનામત પૂરી પાડવામાં આવશે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવે પણ પોલીસ અને સશસ્ત્ર દળોની ભરતીમાં અનામત આપવાની જાહેરાત કરી હતી.

 

 

LEAVE A REPLY