Preparing to launch remote voting facility in India
(ANI Photo)

ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભાની ચૂંટણીના સમયપત્રકની જાહેરાત કરતાની સાથે ચૂંટણી પંચે વાયનાડ અને નાંદેડ લોકસભા બેઠકો તેમજ 15 રાજ્યોની 47 વિધાનસભા બેઠકો પર 13 અને 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજવાની પણ જાહેરાત કરી હતી. ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે

કેરળની વાયનાડ સંસદીય બેઠક અને 47 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી 13 નવેમ્બરે ઝારખંડ વિધાનસભા માટે પ્રથમ તબક્કાની ચૂંટણીઓ સાથે યોજાશે. લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી એમ બંને બેઠકો પણ જીત્યા હતા. આ પછી તેમણે વાયનાડ બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા સીટ અને કેદારનાથ વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી 20 નવેમ્બરે યોજાશે.

હાઇકોર્ટમાં પિટિશન પેન્ડિંગ હોવાથી પશ્ચિમ બંગાળની બસીરહાટ લોકસભા બેઠક અને ઉત્તર પ્રદેશની મિલ્કીપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. નાંદેડ લોકસભા સીટ તાજેતરમાં સાંસદ વસંત ચવ્હાણના અવસાન બાદ ખાલી પડી હતી. બસીરહાટ લોકસભા સીટના ટીએમસી સાંસદ હાજી શેખ નૂરલ ઇસ્લામનું થોડા દિવસો પહેલા અવસાન થયું હતું.ઉત્તર પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, કેરળ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મેઘાલય, પંજાબ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને સિક્કિમની બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.

 

LEAVE A REPLY