યુકે સ્થિત અબજોપતિ ઉદ્યોગપતિ અનિલ અગ્રવાલની હોલ્ડિંગ કંપની વેદાંત રિસોર્સિસે બુધવારે બ્લોક ડીલ મારફત ભારતમાં તેની લિસ્ટેડ કંપની વેદાંતનો 2.63% હિસ્સો વેચ્યો હતો. BSE બલ્ક ડીલના ડેટા અનુસાર પ્રમોટર ગ્રૂપની એક એન્ટિટી ફિન્સાઈડર ઈન્ટરનેશનલ કંપનીએ ₹4,184 કરોડ એકત્ર કરવા માટે 97.95 મિલિયન શેર વેચ્યા હતાં.
અગાઉ કંપનીએ જણાવ્યું હતું કે દેવામાં ઘટાડો કરવા માટે વૃદ્ધિને સપોર્ટ કરવા માટે વેદાંત રિસોર્સિસ તેની ભારતીય કંપની વેદાંતનો 2.6 ટકા હિસ્સો વેચશે. એક બેંકે વેદાંતમાં 2.6 ટકા શેરહોલ્ડિંગ પ્રતિષ્ઠિત સંસ્થાકીય રોકાણકારોના જૂથને વેચવાની દરખાસ્ત કરી હતી, જેને વેદાંત રિસોર્સિસની પેટાકંપની ફિન્સાઈડર ઈન્ટરનેશનલ કંપનીએ સ્વીકારી હતી. આ ઇક્વિટી હિસ્સાના વેચાણથી મળેલા નાણા મારફત વેદાંત રિસોર્સિસે તેના દેવામાં 650 મિલિયન ડોલર સુધીનો ઘટાડો કરશે.
વેદાંતા લિમિટેડમાં પ્રમોટરનો હિસ્સો ડિસેમ્બર 2022માં 69.68 ટકા હતો, જે માર્ચ 2024માં ઘટી 61.95 ટકા થઈ ગયો હતો. ફેબ્રુઆરીમાં પ્રમોટર્સે રૂ.2,615 કરોડમાં બ્લોક ડીલમાં કેટલોક હિસ્સો વેચ્યો હતો.પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “આ હિસ્સોનું વેચાણ ભારત અને VRL બંને સ્તરે તેની બેલેન્સ શીટને નોંધપાત્ર રીતે ડિલિવરેજ કરવાની ગ્રૂપની પ્રતિબદ્ધતાને અનુરૂપ છે અને તેની વ્યૂહાત્મક વૃદ્ધિ યોજનાઓને ટેકો આપવા માટેની વ્યાપક પહેલને અનુરૂપ છે.”