વેદાંત ગ્રૂપના સ્થાપક અને અધ્યક્ષ અનિલ અગ્રવાલ લંડનમાં આઇકોનિક રિવરસાઇડ સ્ટુડિયોના નવા માલિક બન્યાં હોવાની બુધવારે એક પ્રેસ રિલીઝમાં જાહેરાત કરાઈ હતી. 100 વર્ષ જૂનો સ્ટુડિયો લંડનની મધ્યમાં થેમ્સ નદીના ઉત્તર કિનારે આવેલો છે, તે હવે ‘અનિલ અગ્રવાલ રિવરસાઇડ સ્ટુડિયો ટ્રસ્ટ’ નામથી કાર્યરત બનશે.
અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે હું હંમેશા માનું છું કે કલામાં સીમાઓ પાર કરવાની, લોકોને એકજૂથ કરવાની અને માનવ અનુભવને ઉન્નત કરવાની શક્તિ છે. રિવરસાઇડ સ્ટુડિયો ભારતીય અને વૈશ્વિક કલા-સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે એક અગ્રણી વૈશ્વિક સ્થળ બનશે.હું ભારતીય કલાકારો અને ફિલ્મ સમુદાયને આ વિશ્વ-વિખ્યાત સ્થળ પર તેમની કલાત્મક પ્રતિભા અને સિનેમેટિક ઉંડાણ પ્રદર્શિત કરવા માટે આમંત્રિત કરું છું. વિવિધ ક્ષેત્રોના વૈશ્વિક નેતાઓને હવે તેમના વાસ્તવિક જીવનના અનુભવો અને સફરથી અહીં પ્રેક્ષકોને આકર્ષિત કરવાની તક મળી છે.
પ્રતિષ્ઠિત ઈતિહાસ ધરાવતા રિવરસાઈડ સ્ટુડિયોમાં બીટલ્સ, ડેવિડ બોવી, ડેરિઓ ફો અને ડેવિડ હોકની સહિત વિશ્વભરના પ્રતિષ્ઠિત કલાકારો પર્ફોર્મન્સ આપેલું છે
