બોલીવૂડની યુવા અભિનેત્રી અને પીઢ અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે તેના નવા ઘરમાં રહે છે. આ ઘરમાં તે તેના પ્રથમ શ્રાવણ માસની ઉજવણી કરી રહી છે. શ્રાવણના સોમવારે અભિષેક અને બિલિપત્ર સાથે તેણે ભોલેનાથનું પૂજન કર્યું હતું. અનન્યાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટોગ્રાફમાં તેણે બંને હાથ જોડેલા છે. ભગવાન શંકરનું સ્થાપન અને શણગાર સાથે પૂજનનું દૃશ્ય તેમાં જોવા મળે છે. સ્થાપનની જગ્યા તેણે કમળ અને ગલગોટાથી શણગારી છે. અન્ય એક ફોટોગ્રાફમાં શિવલિંગનો ક્લોઝઅપ સીન દેખાય છે. તેના કેપ્શનમાં અનન્યાએ માત્ર શ્રાવણ સોમવાર લખેલું હતું. અનન્યાની માતા ભાવનાએ ઓમ નમઃ શિવાય લખી જવાબ આપ્યો હતો. અનન્યાએ ગત વર્ષે નવું ઘર ખરીદ્યુ હતું અને ત્યારબાદ ધનતેરસનું પૂજન કર્યું હતું. અનન્યા છેલ્લે ‘ખો ગયે હમ કહાં’માં સિદ્ધાંત ચતુર્વેદી અને આદર્શ ગૌરવ સાથે જોવા મળી હતી. આગામી મહિને તેનો વેબ શો ‘કોલ મી બે’ રિલીઝ થઈ રહ્યો છે.

LEAVE A REPLY