રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ (ANI Photo)
મુંબઇના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે એક અતિ ભવ્ય સમારંભમાં મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી ફાર્મા ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ સાથે શુક્રવાર, 12 જુલાઈએ લગ્નબંધનમાં બંધાયાં હતાં. જામનગર અને યુરોપમાં બે પ્રિ-વેડિંગ સેરેમની પછી આશરે છેલ્લાં ચાર મહિનાથી આ લગ્નની ઉજવણી ચાલુ હતી. ભારતના ઇતિહાસના કદાચ આ સૌથી લાંબા અને સૌથી મોંઘા લગ્ન બની ગયા હતાં. લગ્નસમારંભ પછી 13 અને 14 જુલાઇએ બે રિસેપ્શન પણ રાખવામાં આવ્યાં હતાં. અનંત અને રાધિકાએ ગયા જાન્યુઆરીમાં પરંપરાગત વિધિ સાથે સગાઈ કરી હતી.
લગ્નસમારંભમાં બોલીવુડના દિગ્ગજ કલાકારો, ખેલાડીઓ, વિશ્વના રાજકારણીઓ, ટેકનોલોજી જગતના સીઈઓ અને યુએસ રિયાલિટી શોના સ્ટાર્સે હાજરી આપી હતી. ગુરુવારે અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસ તેના સિંગર પતિ નિક જોનાસ સાથે લગ્નમાં હાજરી આપવા માટે મુંબઈ પહોંચી હતી. અમેરિકન મીડિયા હસ્તીઓ અને બહેનો કિમ કાર્દાશિયન અને ક્લોઇ કાર્દાશિયન ભારત આવી હતી.
કાર્દાશિય સિસ્ટર્સ ઉપરાંત, યુકેના ભૂતપૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સન, કલાકાર જેફ કુન્સ, સેલ્ફ હેલ્પ કોચ જય શેટ્ટી, ભૂતપૂર્વ યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ જોન કેરી, કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્ટીફન હાર્પર સહિતની વૈશ્વિક હસ્તીઓ પણ સમારંભની શોભા વધારી હતી. ભારતીય ફિલ્મ સ્ટાર્સ અમિતાભ બચ્ચન, શાહરુખ, સલમાન ખાન, રજનીકાંત, ઐશ્વર્યા રાય બચ્ચન, જાહ્નવી કપૂર, સારા અલી ખાન અને રામ ચરણ પણ સહિતના તમામ બોલિવૂડ સ્ટાર્સ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
લગ્નમાં હાજરી આપનારા રાજકારણીઓમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, તેમના નાયબ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર, આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવ, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમની પત્ની ડિમ્પલ અને શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેનો સમાવેશ થાય છે.
ગાયક-ગીતકાર જસ્ટિન બીબરે ગયા અઠવાડિયે મુંબઈમાં ‘સંગીત’ સમારંભમાં પરફોર્મ કર્યું હતું. સોમવારે મુકેશ અંબાણીએ એન્ટિલિયા સ્થિત તેમના ઘરે હલ્દી-મેંદી સેરેમનીનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં સલમાન ખાન, સારા અલી ખાન, જાહન્વી કપૂર, અર્જુન કપૂર, અનન્યા પાંડે, માનુષી છિલ્લર અને રણવીર સિંહ સહિત બોલિવૂડના ઘણા સેલિબ્રિટી સામેલ થયાં હતાં.
ગુજરાતના જામનગરમાં માર્ચમાં પ્રી-વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત થઈ હતી, જેમાં અક્ષય કુમાર, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટની સાથે પોપ સિંગર રિહાન્ના અને  શાહરૂખ, સલમાન અને આમિર હાજર રહ્યાં હતા. જૂનમાં ઇટાલી અને ફ્રાન્સના વૈભવી ક્રૂઝ પર પ્રિ-વેડિંગ સેલિબ્રેશન થયું હતું. તેમાં બેકસ્ટ્રીટ બોયઝ, ગાયિકા કેટી પેરી અને ઇટાલિયન ટેનર એન્ડ્રીયા બોસેલીએ પરફોર્મ કર્યું હતું.
સોમવારે મુકેશ અંબાણીએ એન્ટિલિયા સ્થિત તેમના ઘરે પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી-મેંદી સેરેમનીનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં સલમાન ખાન, સારા અલી ખાન, જાહન્વી કપૂર, અર્જુન કપૂર, અનન્યા પાંડે, માનુષી છિલ્લર અને રણવીર સિંહ સહિત બોલિવૂડના ઘણા સેલિબ્રિટી સામેલ થયાં હતાં.
મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણી સહિત પરિવારના ઘણા સભ્યોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાધિકાના પિતા વિરેન મર્ચન્ટ, માતા શૈલા મર્ચન્ટ અને બહેન અંજલિ પણ અહીં જોવા મળી હતી. મોડી રાત સુધી ચાલેલા આ સમારોહમાં ઉદિત નારાયણ અને રાહુલ વૈદ્યે પર્ફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમ પરંપરા, સંગીત અને ઉજવણીથી ભરેલો હતો.

LEAVE A REPLY