પ્રતિકાત્મક તસવીર (istockphoto)
ભારતીય બ્રિટિશર ચેસ ખેલાડી શ્રેયસ રોયલે માત્ર 15 વર્ષની વયે જ ઇંગ્લેન્ડના સૌથી નાની વયના ચેસ ગ્રાન્ડમાસ્ટર બનવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તાજેતરમાં જ બ્રિટિશ ચેસ ચેમ્પિયનશિપમાં વિજય સાથે શ્રેયસ બ્રિટનનો સૌથી યુવા ગ્રાન્ડમાસ્ટર બન્યો છે.
લંડનની સ્કૂલના વિદ્યાર્થીએ લગભગ દસ-બાર દિવસ પહેલા યોજાયેલી એક ચેસ ચેમ્પિયનશિપમાં ભવ્ય દેખાવ સાથે વિજય મેળવી આ ખિતાબ પ્રાપ્ત કર્યો હતો.
શ્રેયસનો આ વિજય પરિવાર માટે પણ માઇલસ્ટોન સાબિત થયો છે. શ્રેયસની આ સફળતા, આ જીનિયસ ખેલાડીની પ્રતિભાને સન્માનિત કરતા બ્રિટને તેના પરિવારને બ્રિટનમાં રહેવાની જ મંજુરી આપી છે. આઇટી નિષ્ણાત શ્રેયસના પિતાના વર્ક વિઝા 2018માં પુરા થઇ ગયા હતા.
શ્રેયસના પિતા જિતેન્દ્ર સિંહે પુત્રની સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. શ્રેયસે ગ્રાન્ડ માસ્ટર ડેવિડ હોવેલ્સનો રેકોર્ડ તોડ્યો હતો. ડેવિડ હોવેલ્સ 2007માં 16 વર્ષની વયે બ્રિટનનો સૌથી નાની વયનો ગ્રાન્ડ માસ્ટર બન્યો હતો.

LEAVE A REPLY