(istockphoto.com)

ગુજરાતના કચ્છ જિલ્લાના કંડેરાઈ ગામમાં સોમવારે સવારે એક 18 વર્ષની છોકરી ઊંડા બોરવેલમાં પડી હતી અને તેને બચાવવાના પ્રયાસો ચાલુ કરાયા હતાં. બચાવ પ્રયાસોને ટેકો આપવા માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ને પણ બોલાવવામાં આવ્યા હતા.

કિશોરી રાજસ્થાનના પરપ્રાંતિય મજૂરોના પરિવારની છે. તે 540 ફૂટ ઊંડા બોરવેલમાં 490 ફૂટની ઊંડાઈએ ફસાઈ ગઈ હતી. આટલી ઉંમરની એક છોકરી બોરવેલમાં પડી ગઈ હોવાના પરિવારના દાવાન અંગે સત્તાવાળાએ અગાઉ આશંકા વ્યક્ત કરી હતી. જોકે કેમેરાની મદદથી આ ઘટનાને પુષ્ટી મળી હતી. સ્થાનિક રેસ્ક્યુ ટીમ બોરવેલમાં સતત ઓક્સિજન પહોંચાડી રહી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે યુવતી બેભાન અવસ્થામાં છે. સ્થાનિક રેસ્ક્યુ ટીમ દ્વારા તેને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ કરાયા છે.

LEAVE A REPLY