અમેરિકાએ એશિયાના હરીફ દેશોની સરખામણીમાં ભારતીય પ્રોડક્ટ્સ પર ઓછી ટેરિફ લાદી હોવાથી ભારતને સ્પર્ધાત્મક લાભ થવાની ધારણા છે. ટ્રમ્પે ભારતની પ્રોડક્ટ્સ પર 26 ટકા ટેરિફ લાદી છે. આ ઉપરાંત 10 ટકાની સાર્વત્રિક ટેરિફ પણ છે, જેનો અમલ શનિવારથી થશે. આ ઉપરાંત 26 ટકા ટેરિફનો અમલ 19 એપ્રિલથી થશે. આ ઉપરાંત ટ્રમ્પે ફાર્મા ક્ષેત્રને ટેરિફમાં મુક્તિ આપી છે, જેનાથી ભારતને મોટો ફાયદો થશે.
ભારતની સરખામણીમાં ટ્રમ્પે ચીન પર 34 ટકા અને વિયેનામ પર 46 ટકાની જંગી ટેરિફ લાદી છે. ભારત સામેની તુલનાત્મક રીતે નીચી ટેરિફથી ભારતના ઉદ્યોગો અને શેરબજારોને પણ રાહત થઈ હતી.
રીચર્સ કંપની ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે એક નોંધમાં જણાવ્યું હતું કે પ્રમાણમાં ઓછા ટેરિફ લાદવામાં આવતા ભારતને ઘણા મુખ્ય ક્ષેત્રોમાં કુદરતી સ્પર્ધાત્મક લાભ મળે છે.આશરે ૧૪ અબજ ડોલરની ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ અને ૯ અબજ ડોલરથી વધુ મૂલ્યના રત્નો અને ઝવેરાતને યુએસ ટેરિફથી સૌથી વધુ અસર થશે.
ભારતના ઉદ્યોગ સંગઠનો એસોચેમ અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન્સે જણાવ્યું હતું કે, ટેરિફ દરોમાં ભારત મધ્યમાં હોવાથી તેની નિકાસ સ્પર્ધાત્મકતા મુખ્ય હરીફો કરતાં ઓછી પ્રભાવિત થશે.ભારત સાથે અમેરિકાનો વેપાર ખાધ $46 બિલિયન છે.
ફેડરેશન ઓફ ઈન્ડિયા એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું હતું કે ભારત પરનો પારસ્પરિક ટેરિફ વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા મુખ્ય સ્પર્ધકો કરતા ઓછો છે, જે ભારતીય વસ્ત્રો અને ફૂટવેર ક્ષેત્રોને મદદ કરી શકે છે.
