અમેરિકામાં છેલ્લા કેટલાક વર્ષોથી કન્ઝ્યુમર પ્રાઇસમાં ઝડપથી થઇ રહેલા વધારા છતાં, તાજેતરના મહિનાઓમાં મોંઘવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને બેરોજગારીનો દર પણ બે વર્ષ કરતા પણ વધારે સમયથી 4 ટકા કરતા નીચેના સ્તરે રહ્યો છે.
ઇમિગ્રેશનના મુદ્દે રીપબ્લિકનો ડેમોક્રેટ્સ કરતા આગળ છે. 2022માં અમેરિકામાં ઇમિગ્રન્ટ્સની કુલ ટકાવારી 13.9 ટકા હતી જે અત્યાર સુધીમાં દેશમાં ઇમિગ્રન્ટ્સનું સર્વોચ્ચ સ્તર હતું. રીપબ્લિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં રહેતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામે નિશાન તાક્યું છે. વિદેશી સંઘર્ષ અને ત્રાસવાદ મુદ્દે ટ્રમ્પને 40 થી 35 ટકા લોકોએ સમર્થન આપ્યું છે.
પરંતુ રાજકીય ઉગ્રવાદ અને લોકશાહી સામે ખતરાના મુદ્દે ટ્રમ્પ કરતા લોકોમાં બાઈડેન વધારે પ્રિય છે. સર્વેમાં ભાગ લેનારા લોકો માટે ચિંતાનો આ બીજો વિષય હતો. આ મુદ્દે ડેમોક્રેટ નેતા ટ્રમ્પ કરતા 39 થી 33 ટકા વધુ લોકોનું સમર્થન ધરાવે છે.
ઉપરાંત બાઇડેન હેલ્થકેર પોલિસી મુદ્દે પણ ટ્રમ્પ કરતા આગળ છે. 40 થી 29 ટકા લોકો આ મુદ્દે તેમને ટેકો આપે છે. 2010માં બરાક ઓબામા પ્રેસિડેન્ટ હતા ત્યારે બાઇડેન અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ હતા અને ઓબામાએ તે વખતે કોંગ્રેસમાં મહત્ત્વાકાંક્ષી હેલ્થ રીફોર્મ બિલ પાસ કરાવ્યું હતું, જેના પગલે લોકો માટે આરોગ્ય વીમો વધારે સુલભ બન્યો હતો.
આ પહેલા થયેલા સર્વેમાં જોવા મળ્યુ હતું કે ટ્રમ્પ અને બાઇડેન હાલ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લગભગ સરખા ચાલી રહ્યા છે. જોકે, તાજેતરના મહિનાઓમાં સંખ્યાબંધ રાજ્યોમાં જોવા મળ્યુ હતું કે બાઇડેન કરતા ટ્રમ્પ આગળ હતા.
રાષ્ટ્રીય સ્તરે અને ઓનલાઇન હાથ ધરાયેલા રોઇટર્સ/ઇપ્સોસ પોલમાં 1019 અમેરિકન પુખ્ત લોકોને આવરી લેવાયા હતા, જેમાં 856 રજિસ્ટર્ડ વોટર્સ હતા. આ પોલમાં ભૂલની સંભાવનાનો દર જવાબ આપનારા તમામ લોકો માટે 3.2 ટકા હતો અને રજિસ્ટર્ડ વોટર્સ માટે તે 3.5 ટકા હતો.
