29 જાન્યુઆરી, 2025 ના રોજ અમેરિકન ઇગલ ફ્લાઇટ 5342 રોનાલ્ડ રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટની નજીક પહોંચતી વખતે હેલિકોપ્ટર સાથે અથડાઈ અને પોટોમેક નદીમાં ક્રેશ થઈ હતી ઇમરજન્સી સર્વિસ વાહનો ક્રેશના સ્થળ બચાવ કામગીરી ચાલુ કરી હતી. REUTERS/Carlos Barria

વોશિંગ્ટન એરપોર્ટ નજીક 64 પેન્સેજર સાથેનું અમેરિકન એરલાઈન્સનું પ્રાદેશિક જેટ બુધવારની રાત્રે એક લશ્કરી હેલિકોપ્ટર સાથે અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ પછી પોટોમેક નદીમાંથી ઓછામાં ઓછા 18 મૃતદેહો મળી આવ્યા હોવાના અહેવાલ મળ્યાં હતાં. આ દુર્ઘટના વ્હાઇટ હાઉસથી માત્ર 5 કિમી દૂર સર્જાઈ હતી.

વિઝ્યુઅલોએ દેખાય કે પ્લેન અને હેલિકોપ્ટર વોશિંગ્ટનની પોટોમેક નદીમાં ધડાકાભેર તૂટી પડ્યા હતાં. અમેરિકન ઇગલ ફ્લાઇટ 5342 60 મુસાફરો અને ચાર ક્રૂ સભ્યો સાથે કેન્સાસથી વોશિંગ્ટન ડીસી જઈ રહી હતી, જ્યારે બ્લેકહોક હેલિકોપ્ટર ત્રણ સૈનિકો સાથે પ્રશિક્ષણ ઉડાન પર હતું.

ફેડરલ એવિએશન ઓથોરિટી (FAA)એ જણાવ્યું હતું કે PSA એરલાઇન્સ દ્વારા સંચાલિત ફ્લાઇટ સ્થાનિક સમય અનુસાર રાત્રે 9 વાગ્યે (0200 GMT) લેન્ડિંગ માટે એરપોર્ટ પર પહોંચતી વખતે સિકોર્સ્કી UH-60 હેલિકોપ્ટર સાથે અથડાઈ હતી.

ઇમરજન્સી સ્ટાફ પોલીસ સાથે એક્શનમાં આવ્યો હતો અને કહ્યું હતું કે બહુવિધ એજન્સીઓ ક્રેશ સાઇટ પર રાહત અને બચાવની કામગીરી કરી રહી છે.

FAAએ રોનાલ્ડ રીગન નેશનલ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સના ઉડાન પર રોક મૂકવામાં આવતી હતી. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ કે પોલીસે પોટોમેક નદીમાંથી ઓછામાં ઓછા 18 મૃતદેહો બહાર કાઢ્યા છે.
પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમને ભયંકર અકસ્માત વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે અને તે અકસ્માતને રોકી શકાયો હોત.

LEAVE A REPLY