ક્વોડા સમીટમાં હાજરી આપવા માટે અમેરિકા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેલાવેરમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અમેરિકાએ ભારતની 297 ચોરાયેલી અથવા તસ્કરી કરાયેલી પ્રાચીન કલાકૃતિઓ ભારતની પરત કરી હતી. (PTI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર, 22 સપ્ટેમ્બરે ભારતને 297 અમૂલ્ય પ્રાચીન કલાકૃતિઓ પરત કરવાની ખાતરી કરવા બદલ અમેરિકી પ્રેસિડન્ટ જો બાઇડનની પ્રશંસા કરી હતી. આ પુરાતત્વીય કલાકૃતિઓની અમેરિકામાં દાણચોરી કરવામાં આવી હતી. આની સાથે 2014થી ભારત દ્વારા પરત મેળવવામાં આવેલી કુલ પ્રાચીન વસ્તુઓની સંખ્યા 640 પર પહોંચી હતી.

જુલાઈમાં ભારત અને યુએસએ સાંસ્કૃતિક કલાકૃતિઓની ગેરકાયદે હેરફેર અટકાવવા અને પ્રાચીન વસ્તુઓને તેમના મૂળ સ્થાને પરત કરવા માટે પ્રથમ વાર એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં.

ક્વોડા સમીટમાં હાજરી આપવા માટે અમેરિકા ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેલાવેરમાં અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અમેરિકાએ ભારતની 297 ચોરાયેલી અથવા તસ્કરી કરાયેલી પ્રાચીન કલાકૃતિઓ ભારતની પરત કરી હતી.

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, યુએસએ મોદીની યુએસ મુલાકાત દરમિયાન 297 ચોરાયેલી અથવા તસ્કરી કરાયેલી પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરવાની ખાતરી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રેસિડન્ટ જો બાઇડન વચ્ચેની દ્વિપક્ષીય મીટિંગ દરમિયાન કલાકૃતિઓની પ્રતીકાત્મક સોંપણી કરાઈ હતી અને મોદીએ કેટલાંક પ્રાચીન વસ્તુઓ નિહાળી હતી.

ભારતને સોંપવામાં આવેલી કેટલીક નોંધપાત્ર પ્રાચીન કલાકૃતિમાં 10-11મી સદી સીઈની મધ્ય ભારતની રેતીના પત્થરમાં બનેલી ‘અપ્સરા’, 15-16મી સદી સીઈની કાંસ્યમાં જૈન તીર્થંકર, 3-4મી સદીની ભારતની ટેરાકોટા ફૂલદાનીનો સમાવેશ થાય છે. અન્ય કલાકૃતિઓમાં 17-18મી સદી સીઇથી સંબંધિત દક્ષિણ ભારતમાંથી કાંસ્યની ભગવાન ગણેશની મુર્તિ, ભગવાન બુદ્ધ અને ભગવાન વિષ્ણુની કલાકૃતિનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY