ટીમ યુનાઇટેડ સ્ટેટ્સની સિમોન બાઇલ્સ પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સના દસ દિવસે આર્ટિસ્ટીક જિમ્નેસ્ટિક્સ મહિલા ફ્લોર એક્સરસાઇઝ ફાઇનલ બાદ તેના ઓલિમ્પિક મેડલ સાથે પોઝ આપે છે(Photo by Naomi Baker/Getty Images)
પેરિસ ઓલિમ્પિક્સમાં 3000 મેડલ હાંસલ કરી ગયા સપ્તાહે બુધવારે અમેરિકાએ એ વિશિષ્ટ સિદ્ધિ નોંધાવી હતી. આટલા મેડલ મેળવનારો અમેરિકા પહેલો જ દેશ બન્યો છે. 3000નો આ આંકડો શિયાળુ અને ઉનાળુ, એમ બન્ને ઓલિમ્પિક્સમાં મળેલા મેડલ્સનો કુલ સરવાળો છે. બીજો કોઈ દેશ 1500થી વધુ મેડલ હાંસલ કરી શક્યો નથી.
આ ઉપરાંત, વધુ એક સિદ્ધિમાં સ્વિમિંગમાં અમેરિકાના કુલ મેડલ્સની સંખ્યા 600 થી વધુની થઈ છે, જેના પગલે તે આ રમતમાં પણ સર્વોપરિ બન્યું છે. બીજા ક્રમે આવતા ઓસ્ટ્રેલિયાના કુલ મેડલ 300થી ઓછા છે.

LEAVE A REPLY