FILE PHOTO- Supreme Court of India

સુપ્રીમ કોર્ટે શુક્રવારે 4:3ની બહુમતીથી ચુકાદો આપીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)ના લઘુમતી દરજ્જાને હાલપૂરતી બહાલી આપી હતી. સર્વોચ્ચ અદાલતે યુનિવર્સિટીને લઘુમતી સંસ્થા ગણી શકાય નહીં તેવા 1667ના ચુકાદાને રદ કર્યો હતો, પરંતુ તેની સાથે જણાવ્યું હતું કે નવી ખંડપીઠ લઘુમતી દરજ્જા અંગેના પેચીદા કાનૂની સવાલ અંગે નિર્ણય કરશે.

જસ્ટિસ સંજીવ ખન્ના, જે બી પારડીવાલા અને મનોજ મિશ્રા વતી 118 પાનાનો ચુકાદો આપતા ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડે બહુમતી ચુકાદામાં જણાવ્યું હતું કે જો શિક્ષણ સંસ્થાને કાયદા દ્વારા કાનૂની સ્વરૂપ આપવામાં આવે તો તે લઘુમતી દ્વારા સ્થાપિત સંસ્થા નથી તેવો અઝીઝ બાશા (1967નો ચુકાદો)માં લેવાયેલ અભિપ્રાય રદ કરવામાં આવે છે. 1967માં એસ અઝીઝ બાશા વિરુદ્ધ ભારત સરકારના તેસમાં પાંચ જજોની બંધારણીય બેન્ચે કહ્યું હતું કે AMU એક કેન્દ્રીય યુનિવર્સિટી છે અને તેને લઘુમતી સંસ્થા ગણી શકાય નહીં.

બહુમતી ચુકાદામાં જણાવાયું હતું કે વધુમાં એક ભાષાકીય અથવા ધાર્મિક લઘુમતી કે જેને શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી હોય તેને વહીવટમાં વધુ સ્વાયત્તતાની બાંયધરી મળે છે. આ જોગવાઈ મુજબ તે ‘વિશેષ અધિકારો’ છે. ધાર્મિક અથવા ભાષાકીય લઘુમતીઓએ સાબિત કરવું આવશ્યક છે કે તેઓએ કલમ 30(1)ના હેતુઓ માટે લઘુમતી શૈક્ષણિક સંસ્થા તરીકે સમુદાય માટે શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી હતી.

સાત ન્યાયાધીશોની બંધારણીય ખંડપીઠના ત્રણ બીજા ન્યાયાધીશો જસ્ટિસ સૂર્યકાન્ત, દીપાંકર દત્તા અને સતીશ ચંદ્ર શર્માએ અલગ-અલગ ચુકાદા આપ્યા હતા. જસ્ટિસ કાંતે કહ્યું હતું કે 1967ના નિર્ણય પર પુનર્વિચાર માટે 1981નો રેફરન્સ કાયદામાં ખોટો છે અને તેને રદ કરવો જોઇએ. જસ્ટિસ દત્તાએ તેમના 88 પાનાના અભિપ્રાયમાં AMUને લઘુમતી શૈક્ષણિક સંસ્થા ન હોવાનું જાહેર કર્યું હતું.

LEAVE A REPLY