(ANI Photo)
અક્ષયકુમાર અભિનિત અને મોટું બજેટ ધરાવતી ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ મુંબઈમાં શરૂ થયું હતું. હવે ત્યાં શૂટિંગ પૂર્ણ થયા પછી અક્ષયકુમાર અને સમગ્ર ટીમ કાશ્મીર જવાની તૈયારી કરી રહી છે. કાશ્મીરમાં 1200 ક્રૂ સભ્યો સાથે શૂટિંગ કરવામાં આવશે અને આ શૂટિંગ એક મહિનો લાંબું ચાલશે.
આ શીડ્યુલમાં એક્શન સીક્વન્સ અને ગીતો તૈયાર કરવામાં આવશે. અહેમદ ખાનના દિગ્દર્શનમાં ફિરોઝ એ. નડિયાદવાલા ‘વેલકમ ટુ ધ જંગલ’નું નિર્માણ કરી રહ્યા છે. ફિલ્મને એક્શન અને મનોરંજનથી ભરપૂર રાખવાની સાથે સંપૂર્ણ હિન્દી મસાલા ફિલ્મ બનાવવાનો પ્રયાસ છે અને તેથી ગીતોને પણ મહત્ત્વ અપાયું છે.
ફિલ્મના ગીતો અને એક્શન સીક્વન્સના શૂટિંગ માટે કાશ્મીરના લોકેશન પસંદ કરવામાં આવ્યા છે. તેમાં ક્રૂના 1200 સભ્યોની મદદથી 250 લશ્કરી જવાનો, 350 સરકારી કર્મચારીઓ અને 300 સ્થાનિક કાશ્મીરીઓને બતાવવામાં આવશે. ફિલ્મના એક્શન સીનમાં અનેક હેલિકોપ્ટર પણ જોવા મળશે. મુંબઈ ખાતે શૂટિંગ દરમિયાન ‘વેલકમ ટુ ધ જંગલ’ના એક સીન માટે 200 ઘોડા અને ઘોડેસવાર બોલાવાયા હતા. લોનાવાલા, મહાબળેશ્વર સહિત અનેક સ્થળેથી ઘોડા ભેગા કરીને એક્શન સીન શૂટ થયો હતો.

LEAVE A REPLY