(Photo by STR/AFP via Getty Images)
જાણીતા ફિલ્મમેકર રોહિત શેટ્ટીની ‘સિંઘમ’, ‘સિંઘમ અગેઇન’, ‘સિમ્બા’ અને ‘સૂર્યવંશી’ જેવી સફળ ફિલ્મો પછી પોલીસ વિશ્વનું નવું પ્રકરણ ‘સિંઘમ અગેઇન’ દિવાળી પર રિલીઝ થશે. રોહિત શેટ્ટીની આ ફિલ્મોને ‘એવેન્જર્સ ઓફ કોપ યુનિવર્સ’ કહેવાય છે. આ ફિલ્મમાં અજય દેવગણ, કરીના કપૂર, રણવીર સિંઘ, અક્ષયકુમાર, દીપિકા પદૂકોણ, ટાઇગર શ્રોફ, અર્જૂન કપૂર અને જેકી શ્રોફ મહત્વના રોલમાં જોવા મળશે. ટૂંક સમયમાં જ તેનું ટ્રેઇલર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ પહેલા રોહિત શેટ્ટીએ જિઓ સ્ટુડિઓઝ સાથે એક મોટી નોન થીએટ્રીકલ કરાર કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘સિંઘમ અગેઇન’ના સેટેલાઇટ રાઇટ્સ, ડિજિટલ રાઈટ્સ અને સંગીતના અધિકારોની કુલ મળીને લગભગ રૂ. 200 કરોડના કરારને બંને પક્ષ તરફથી મંજૂરી આપવામાં આવી છે. “રોહિત શેટ્ટી અને અજય દેવગણ બંનેની પ્રથમ આટલો મોટો નોન થિએટ્રીકલ આ કરાર છે. રોહિત શેટ્ટીની ફિલ્મો ટીવી પર હંમેશા લોકપ્રિય રહી છે, તેથી તેની ફિલ્મોને સેટેલાઇટ રાઇટ્સની કમાણી હંમેશા મોટી જ હોય છે. તેથી ‘સિંઘમ અગેઇન’ને પણ ટીવી ચેનલો પ્રીમિયમ કિંમત ચૂકવવા તૈયાર હતી. છેલ્લા બે દાયકામાં આવેલી ફિલ્મોમાં આ ફિલ્મમાં સૌથી મોટી કાસ્ટ છે. તેથી આ ફિલ્મ કમાણીના બધા જ રેકોર્ડ્ઝ તોડશે તેવી આશા છે.”
સૂત્રોએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મ માટે દરેક પ્રકારના માધ્યમો ઉત્સાહિત છે. તેમને વિશ્વાસ છે કે દરેક માધ્યમોમાં આ ફિલ્મને દર્શકો આવકારશે. કારણ કે રોહિત શેટ્ટી અને અજય દેવગણની ફિલ્મોએ હંમેશા સારા પરિણામ આપ્યા છે અને તેમની ફિલ્મો લોકો વિવિધ મીડિયામાં અનેકવાર માણે છે.” આ ફિલ્મ 1 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે, તેમાં આ વખતે રામાયણનો આધાર લેવામાં આવ્યો છે અને ફિલ્મના ઘણા દૃશ્યોનું શૂટિંગ શ્રીલંકામાં કરવામાં આવ્યું છે. ફિલ્મના મેકર્સને વિશ્વાસ છે કે ફિલ્મને દિવાળીની રજાઓનો બોક્સ ઓફિસ પર મોટો ફાયદો થશે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments