(ANI Photo)

એર ઇન્ડિયાએ ૩૦ માર્ચ ૨૦૨૫થી અમલમાં આવતા તેના નોર્ધર્ન સમરના સમયપત્રકના ભાગ રૂપે અમદાવાદ, દિલ્હી અને અમૃતસરથી ઈંગ્લેન્ડ આવતી ફ્લાઇટોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અમદાવાદ-લંડન ગેટવિક વચ્ચેની સાપ્તાહિક ફલાઇટ્સમાં એક ફ્લાઇટ્સનો વધારો કરાયો છે અને હવે પ્રતિ સપ્તાહ 4ને બદલે 5 ફલાઈટ ઉડાન ભરશે.

દિલ્હીથી લંડન હીથ્રો આવનારી ફ્લાઈટમાં ૩નો વધારો કરાયો છે. પહેલા 21 ફલાઇટ આવતી હતી જે હવે પ્રતિ સપ્તાહ 24 ફલાઇટ થશે. તે માટે એર ઇન્ડિયાના ફ્લેગશિપ A350-900 અને અપગ્રેડેડ B787-9 એરક્રાફ્ટનો ઉપયોગ કરાશે.
દિલ્હી-સિઓલ (ઈંચિઓન) વચ્ચેની સાપ્તાહિક કલાઇટ્સ 4થી વધારીને 5 કરવામાં આવી છે. દિલ્હી-હોંગકોંગ વચ્ચેની સાપ્તાહિક ફ્લાઇટ્સ 7 કરવામાં આવી છે અને તે માટે A321ના બદલે B787 ટ્રીમલાઈનરનો ફ્લાઇટ્સનો વધારો કરાયો છે. જે હવે બન્ને રૂટ પર પ્રતિ સપ્તાહ 3ને બદલે 4 થશે.

દિલ્હી-ઝુરિક વચ્ચેની સાપ્તાહિક ફ્લાઇટ્સ 4થી વધારીને 5 અને દિલ્હી-વિયેના વચ્ચેની સાપ્તાહિક ફ્લાઇટ્સ ૩થી વધારીને 4 કરવામાં આવી છે. દિલ્હી-નૈરોબી વચ્ચેની સાપ્તાહિક ફલાઇટ્સ 3થી વધારીને 4 કરવામાં આવી છે.
એરલાઈનના નેરોબોડી એરક્રાફ્ટનું આધુનિકીકરણ 2025ના મધ્યમાં પૂર્ણ થશે, જ્યારે લેગસી વાઇડબોડીઝમાંથી પ્રથમ, બોઇંગ 787, એપ્રિલમાં નવી સીટો અને મનોરંજન સિસ્ટમ્સનું રિટ્રોફિટ શરૂ કરશે અને ઓક્ટોબર 2025માં ફરીથી સેવામાં પ્રવેશ કરશે.

LEAVE A REPLY