એર ઇન્ડિયાએ ​​30 માર્ચ 2025થી અમલમાં આવતા તેના નોર્ધર્ન સમરના સમયપત્રકના ભાગ રૂપે અમદાવાદ, દિલ્હી અને અમૃતસરથી ઇંગ્લેન્ડ આવતી ફ્લાઇટોમાં વધારો કરવાની જાહેરાત કરી છે. અમદાવાદ-લંડન ગેટવિક વચ્ચેની સાપ્તાહિક ફ્લાઇટ્સમાં એક ફ્લાઇટ્સનો વધારો કરાયો છે અને હવે પ્રતિ સપ્તાહ 4ને બદલે 5 ફ્લાઇટ ઉડાન ભરશે.

દિલ્હીથી લંડન હીથ્રો આવનારી ફ્લાઇટમાં 3નો વધારો કરાયો છે. પહેલા 21 ફ્લાઇટ આવતી હતી જે હવે પ્રતિ સપ્તાહ 24 ફ્લાઇટ થશે. તે માટે એર ઇન્ડિયાના ફ્લેગશિપ A350-900 અને અપગ્રેડેડ B787-9 એરક્રાફ્ટનો ઉપયોગ કરાશે.

આજ રીતે અમૃતસર-બર્મિંગહામ અને અમૃતસર-લંડન ગેટવિક વચ્ચેની સાપ્તાહિક ફ્લાઇટ્સમાં એક-એક ફ્લાઇટ્સનો વધારો કરાયો છે. જે હવે બન્ને રૂટ પર પ્રતિ સપ્તાહ 3ને બદલે 4 થશે.

દિલ્હી-ઝુરિચ વચ્ચેની સાપ્તાહિક ફ્લાઇટ્સ 4થી વધારીને 5 અને દિલ્હી-વિયેના વચ્ચેની સાપ્તાહિક ફ્લાઇટ્સ 3થી વધારીને 4 કરવામાં આવી છે.

દિલ્હી-સિઓલ (ઇંચિઓન) વચ્ચેની સાપ્તાહિક ફ્લાઇટ્સ 4થી વધારીને 5 કરવામાં આવી છે. દિલ્હી-હોંગકોંગ વચ્ચેની સાપ્તાહિક ફ્લાઇટ્સ 7 કરવામાં આવી છે અને તે માટે A321ના બદલે B787 ડ્રીમલાઇનરનો ઉપયોગ કરાશે.

દિલ્હી-નૈરોબી વચ્ચેની સાપ્તાહિક ફ્લાઇટ્સ 3 થી વધારીને 4 કરવામાં આવી છે.

એરલાઇનના નેરોબોડી એરક્રાફ્ટનું આધુનિકીકરણ 2025ના મધ્યમાં પૂર્ણ થશે, જ્યારે લેગસી વાઇડબોડીઝમાંથી પ્રથમ, બોઇંગ 787, એપ્રિલમાં નવી સીટો અને મનોરંજન સિસ્ટમ્સનું રિટ્રોફિટ શરૂ કરશે અને ઓક્ટોબર 2025માં ફરીથી સેવામાં પ્રવેશ કરશે. ત્યારબાદ, બધા 27 લેગસી એરક્રાફ્ટ અપગ્રેડ ન થાય ત્યાં સુધી દર મહિને બે થી ત્રણ B787sનો સમાવેશ કરવામાં આવશે.

લેગસી બોઇંગ 777 ફ્લીટનું નવી સીટો અને મનોરંજન સિસ્ટમ્સ સાથે રિટ્રોફિટ હવે 2026ની શરૂઆતમાં શરૂ થશે. એર ઇન્ડિયા સંપૂર્ણ રેટ્રોફિટ પ્રોગ્રામ પહેલાં, 2025 દરમિયાન શક્ય તેટલા B777 ઇન્ટિરિયર્સના અન્ય ઘણા તત્વોને રિફ્રેશ કરવા માંગે છે.

રેટ્રોફિટ પ્રોગ્રામ અને તેના પરિણામે ઓપરેશનલ ફ્લીટમાં કામચલાઉ ઘટાડો થવાને કારણે, એરલાઇન 30 માર્ચથી 13 સપ્ટેમ્બર 2025 દરમિયાન તેની નોન-સ્ટોપ મુંબઈ-મેલબોર્ન સેવા અને 30 માર્ચ 2025 થી નોન-સ્ટોપ કોચી-લંડન ગેટવિક રૂટને આગામી સૂચના સુધી સ્થગિત કરશે. જ્યારે અમૃતસર, અમદાવાદ અને ગોવાથી લંડન ગેટવિક માટે અઠવાડિયામાં 12 વખત ફ્લાઇટ્સ ચલાવવાનું ચાલુ રાખશે.

LEAVE A REPLY