ભારતની અગ્રણી વૈશ્વિક એરલાઇન એર ઇન્ડિયાએ દિલ્હી-લંડન હીથ્રો રૂટ પર તદ્દન નવા એરબસ A350-900 એરક્રાફ્ટને રજૂ કરીને દરરોજની બે ફ્લાઇટ્સ ઉડાવવાની જાહેરાત કરી છે. આ ‘નવા એર ઇન્ડિયા એક્સપીરીયન્સ’ની પ્રથમ જમાવટ રહેશે જે એરલાઇનના પરિવર્તન કાર્યક્રમમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે.

A350 બિઝનેસમાં ફુલ-ફ્લેટ બેડ સાથે નવી કેબિન પ્રોડક્ટ, ઇકોનોમીમાં આરામદાયક, વધુ જગ્યા ધરાવતી બેઠકો સાથે નવો પ્રીમિયમ ઇકોનોમીનો અનુભવ આપશે. તો આ ફ્લાઈટ પરના મહેમાનો એર ઈન્ડિયાની નવી સોફ્ટ પ્રોડક્ટ – Vista Verve નો અનુભવ કરશે અને ટૂંક સમયમાં બોર્ડ પર Wi-Fi પણ રજૂ કરશે. મહેમાનો 13 આંતરરાષ્ટ્રીય અને 8 ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં 3000 કલાકથી વધુ મનોરંજન સામગ્રી સાથે નવી પેઢીની ઇનફ્લાઇટ એન્ટરટેઇનમેન્ટ સિસ્ટમનો આનંદ માણી શકશે. ફ્લાઇટ અને કેબિન ક્રૂ, પ્રથમ વખત, તેમના નવા મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ યુનિફોર્મ પહેરશે.

એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને કહ્યું હતું કે  “દિલ્હી લંડન હીથ્રો રૂટ પર ફ્લેગશિપ A350s ની જમાવટ એ એર ઈન્ડિયા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. તે અમારા મહેમાનોના પ્રવાસના અનુભવને ખરેખર વિશ્વ-કક્ષાના ધોરણો સુધી વધારશે. જે ગ્રાહકો પરત્વેની એર ઈન્ડિયાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.”

આ ફ્લાઇટ શરૂ થતા દર અઠવાડિયે દિલ્હી-લંડન હીથ્રો રૂટ પર વધારાની 336 બેઠકો ઉપલબ્ધ થશે.

પહેલી ફ્લાઇટ AI161 સવારે 02-45 કલાકે દિલ્હીથી ઉપડીને સવારે 07-30 કલાકે લંડન હીથ્રો પહોંચશે. AI162 લંડન હીથ્રોથી સવારે 09-45 કલાકે ઉપડી રાત્રે 22-50 કલાકે દિલ્હી પહોંચશે. બીજી ફ્લાઇટ AI111 દિલ્હીથી સવારે 06-45 કલાકે ઉપડીને સવારે 11-30 કલાકે લંડન હીથ્રો આવશે. જ્યારે AI112 લંડન હીથ્રોથી બપોરે 13-15 કલાકે ઉપડીને બીજે દિવસે 02-05 કલાકે (+1) દિલ્હી પહોંચશે.

LEAVE A REPLY