એર ઇન્ડિયાએ વર્જિન ઓસ્ટ્રેલિયા સાથે કોડશેર અંગેની સમજૂતી કરી છે. આ સમજૂતીને પગલે ટાટા ગ્રૂપની માલિકીની એરલાઇનના મુસાફરો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના 16 શહેરોમાં એક ટિકિટમાં મુસાફરી કરી શકશે.
એર ઇન્ડિયાએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે “એકપક્ષીય કોડશેર કરારથી એર ઇન્ડિયા વર્જિન ઓસ્ટ્રેલિયા દ્વારા સંચાલિત ફ્લાઇટ્સ પર તેનો ‘AI’ કોડ રાખી શકશે. આનાથી એર ઈન્ડિયાના મુસાફરો દિલ્હીથી મેલબોર્ન અથવા સિડનીની મુસાફરી કરતી વખતે વર્જિન ઑસ્ટ્રેલિયાની ફ્લાઈટ્સનું સરળ કનેક્શન મેળવી શકશે.
આ સમજૂતી હેઠળ એડિલેડ, બેલિના/બાયરન બે, બ્રિસ્બેન, કેર્ન્સ, કેનબેરા, ડાર્વિન, ગોલ્ડ કોસ્ટ, હેમિલ્ટન આઇલેન્ડ, હોબાર્ટ, લોન્સેસ્ટન, મેલબોર્ન, ન્યુકેસલ, પર્થ, સનશાઇન કોસ્ટ, સિડની (ઓસ્ટ્રેલિયા) અને ક્વીન્સટાઉન (ન્યૂઝીલેન્ડ)નો સમાવેશ કરાયો છે.
એર ઈન્ડિયા ભારતથી ઓસ્ટ્રેલિયા સુધીની 14 સાપ્તાહિક ફ્લાઈટ્સ ચલાવે છે, જે દરરોજ દિલ્હીથી મેલબોર્ન અને દિલ્હીથી સિડની સુધી નોન-સ્ટોપ ઉડાન ભરે છે.ગયા મહિને એર ઇન્ડિયાએ કેન્યા એરવેઝ સાથે કોડશેર ભાગીદારીમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી.
