તામિલનાડુમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપ-AIDMK વચ્ચે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે તામિલનાડુની મુલાકાત દરમિયાન AIADMKના નેતા ઈ પલાનીસ્વામી સાથે ગઠબંધન પર ચર્ચા કરી હતી. તેમણે ઈ પલાનીસ્વામી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ સાથે બેઠક યોજી મીડિયા સમક્ષ રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં AIADMK-ભાજપ વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી હતી.
અમિત શાહે પત્રકારોને જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને AIADMK ગઠબંધન સાથે મળી રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી લડશે તેમ જ તમિલનાડુમાં AIADMKના નેતાની આગેવાનીમાં ચૂંટણી લડાશે. PM મોદી અને રાજ્યના ભૂતપૂર્વ CM જયલલિતાએ અનેક વર્ષો સુધી રાષ્ટ્રીય સ્તરે સાથે કામ કર્યું છે.
તેમણે કહ્યું હતું કે અમે DMK માટે કોઈ તક નહીં આપીએ. અમે પલાનીસ્વામીના નેતૃત્વમાં ચૂંટણી લડીશું. મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં NDAનો ફરીથી પ્રચંડ બહુમતી સાથે વિજય થશે. અને તામિલનાડુમાં ફરી એકવાર NDAની સરકાર બનશે. તામિલનાડુમાં DMK પાર્ટી સનાતન ધર્મ અને ત્રણ ભાષા નીતિ જેવા અનેક મુદ્દાઓનો વિરોધ કરી રહી છે. જેનો ઉદ્દેશ પ્રજાને મુખ્ય મુદ્દાઓથી ગેરમાર્ગે દોરવાનો છે.

LEAVE A REPLY