અમેરિકા અને ચીન બાદ હવે ભારત પણ પોતાનું એઆઇ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) મોડેલ બનાવી રહ્યું છે. આગામી થોડા મહિનામાં આવું એક મોડેલ લોન્ચ કરવામાં આવશે. આ માટે ૧૮,૬૯૩ જીપીયુનો ઉપયોગ કરવામાં આવશે. એક પછી એક, ઘણી કંપનીઓ તેમના મોડેલ લોન્ચ કરી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસમાં હવે ભારત પણ પાછળ નહીં રહે. ઓડિશામાં એઆઇ ડેટા સેન્ટરનું ઉદઘાટન કરતી વખતે કેન્દ્રિય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ભારત હવે પોતાનું અક મોડલ તૈયાર કરી રહ્યું છે. મોર્ડન ટેકનોલોજી દરેક માટે ઉપલબ્ધ હોવી જોઇએ. આથી હવે ભારત પણ એઆઇ પાછળ કામ કરી રહ્યું છે, જેથી ટેકનોલોજીનો ઉપયોગ દેશની દરેક વ્યકિત કરી શકે. આ મોડલમાં પ્રાઇવસીને લગતી તમામ બાબતોનું બારીકાઇથી ધ્યાન રખાશે.
ભારત ખૂબ જ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ દિશામાં કામ પણ શરૂ થઇ ગયું છે. દેશની આર્થિક અને સામાજિક જરૂરીયાતોને ધ્યાનમાં રાખીને આ લાર્જ લેન્ગવેજ મોડલ તૈયાર કરાઇ રહ્યું છે. આ માટે ઓડિશામાં અક મોડલ માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર પણ તૈયાર થઇ રહ્યું છે. આ સેન્ટર દ્વારા એઆઇ મોડેલ માટેની જે જરૂરિયાતો છે, તે તમામ પૂરી કરાશે.
ભારતના એઆઇ મિશનને ૨૦૨૪ની માર્ચમાં કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેકટ માટે ૧૦,૩૭૨.૯૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ઇન્ડિયાના સ્ટાર્ટઅપ અને રિચર્સ કમ્યુનિટીનો પણ વિકાસ કરવા માટે અક મોડલનો ઉપયોગ કરાશે. આ સાથે પબ્લિક અને પ્રાઇવેટ પાર્ટનરશિપને પણ એક નવો વેગ મળશે. દરેક ક્ષેત્રના લોકો માટે એક સાથે આગળ વધશે, જેનાથી દેશોનો પણ વિકાસ થાય એ ધ્યેય સાથે આ પ્રોજેકટ પર કામ કરાઇ રહ્યું છે. આ અક મોડલનો ઉપયોગ ખાસ કરીને હેલ્થકેર, એગ્રિકલ્ચર અને સરકારી વિભાગો માટે કરાશે. દરેક ક્ષેત્રમાં અક આવવાથી કામ ખૂબ જ સરળ, ઝડપી અને ચોક્કસ થશે. એની સીધી અસર દેશના વિકાસ પર પડશે.

LEAVE A REPLY