PTI photo

હમાસ યુદ્ધ વચ્ચે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે પેલેસ્ટાઇન લખેલી બેગ લઇને સંસદભવનમાં આવ્યા હતા અને પોતાનો પેલેસ્ટાઇન પ્રેમ દર્શાવ્યો હતો. વાયનાડના સાંસદ પ્રિયંકાએ કહ્યું હતું કે તેમણે પેલેસ્ટાઇનના લોકો પ્રત્યે સંવેદના દર્શાવવા માટે આવું કર્યું છે. ભાજપે તેને મુસ્લિમ તૃષ્ટીકરણ ગણાવીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

જોકે બીજા દિવસે પ્રિયંકા ગાંધી બાંગ્લાદેશ લખેલી નવી બેગ લઇને આવ્યાં હતા. જેમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓ માટે સૂત્ર દર્શાવવામાં આવ્યું હતું. આ બેગ પર બાંગ્લાદેશી હિંદુઓ અને ખ્રિસ્તીઓ સાથે ઊભા રહો રહો લખેલું હતું.

આ વર્ષની શરૂઆતમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી બાદ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાની ઘટનાઓને પગલે તેઓ આ બેગ લઇને આવ્યા હતા. ભાજપના સાંસદ સંબિત પાત્રાએ કહ્યું હતું કે, ગાંધી પરિવાર હંમેશા તુષ્ટિકરણનો થેલો લઈને ચાલે છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ અને હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તે અંગે કંઈક કરવું જોઈએ. આ મુદ્દે બાંગ્લાદેશ સરકાર સાથે વાત કરવી જોઈએ. પ્રિયંકા ગાંધીએ અગાઉ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની નીતિઓની આકરી ટીકા કરી હતી. તેમણે ગાઝામાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીને “નરસંહાર” ગણાવી હતી અને તેને રોકવા માટે હાકલ કરી હતી.

 

LEAVE A REPLY