ANI Photo)

બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે સોમવારે સાદા સમારંભમાં પરિવારની હાજરીમાં 400 વર્ષ જૂના એક મંદિરમાં લગ્નમાં લગ્ન કર્યા હતાં. બંને કલાકારો માર્ચમાં સગાઈ કરી હતી, તેલંગાણાના વાનપર્થીમાં 400 વર્ષ જૂના મંદિરમાં લગ્ન કર્યા હતાં, જે અદિતિના પરિવાર માટે મહત્ત્વપૂર્ણ છે.

37 વર્ષી અદિતિ અને 45 વર્ષીય સિદ્ધાર્થે સંયુક્ત ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં નવદંપતી તરીકે તેમની પ્રથમ તસવીરો શેર કરી હતી. બંનેએ લખ્યું હતું કે “‘તુ મારો સૂર્ય, મારો ચંદ્ર અને મારા બધા તારા છે.

આ દંપતીએ પ્રખ્યાત ડિઝાઈનર સબ્યસાચી મુખર્જીએ ડિઝાઈન કરેલા કપડાં અને જ્વેલરી પહેરી હતી.અદિતિએ ગોલ્ડન સાડી પહેરી હતી, જ્યારે સિદ્ધાર્થ સફેદ કુર્તા અને ધોતીમાં સજ્જ હતો. આ દંપતીએ 2021ની તેલુગુ ફિલ્મ “મહા સમુદ્રમ”માં સાથે કામ કર્યું હતું. અદિતિ છેલ્લે નેટફ્લિક્સ શ્રેણી “હીરામંડી: ધ ડાયમંડ બઝાર”માં જોવા મળી હતી અને સિદ્ધાર્થની તાજેતરની મોટી સ્ક્રીન આઉટિંગ “ઇન્ડિયન 2” હતી.

 

 

LEAVE A REPLY