(ANI Photo)

ભારતમાં વેક્સિન કિંગ તરીકે જાણીતા સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાની આગેવાની હેઠળની સેરેન પ્રોડક્શન્સે  બિઝનેસ ટાયકૂન અદર પૂનાવાલાએ ફિલ્મ નિર્માતા કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને ધર્માટિક એન્ટરટેઈનમેન્ટ (ધર્મા)માં આશરે રૂ.1,000 કરોડમાં 50% હિસ્સો હસ્તગત કર્યો છે.

ધર્મા પ્રોડક્શન્સની પ્રેસનોટ અનુસાર ₹1,000 કરોડમાં કરાયેલા આખરી સોદામાં પૂનાવાલાની સેરેન એન્ટરટેઈનમેન્ટ જોડાયેલી છે. કંપનીની બાકીની 50% માલિકી કરણ જોહર પાસે રહેશે, જે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કંપનીની ક્રિયેટિવ વિઝનનું નેતૃત્વ કરશે.

અદાર પૂનાવાલાએ કરણ જોહર સાથે હાથ મિલાવવા બદલ ખુશી વ્યક્ત કરીને  કહ્યું હતું “મારા મિત્ર કરણ જોહર સાથે, આપણા દેશના સૌથી પ્રતિષ્ઠિત પ્રોડક્શન હાઉસમાંના એક સાથે ભાગીદારી કરવાની તક મળતાં મને આનંદ થાય છે. અમને આશા છે કે આવનારા વર્ષોમાં ધર્માનું નિર્માણ અને વિકાસ કરીશું અને તેનાથી પણ વધુ ઊંચાઈઓ સર કરીશું.”

આ ભાગીદારી વિશે કરણ જોહરે કહ્યું હતું કે “તેની શરૂઆતથી, ધર્મા પ્રોડક્શન્સ ભારતીય સંસ્કૃતિના સાર છે. મારા પિતાએ એવી ફિલ્મો બનાવવાનું સપનું જોયું હતું જે કાયમી અસર છોડે, અને મેં તે વિઝનને વિસ્તારવા માટે મારી કારકિર્દીને સમર્પિત કરી છે.”ધર્માના CEO અપૂર્વ મહેતાએ જણાવ્યું હતું કે આ ભાગીદારીથી પ્રોડક્શન હાઉસ “મોટા સર્જનાત્મક પગલાં” લઈ શકશે.

ધર્મા પ્રોડક્શનની સ્થાપના 1976માં કરણ જોહરના પિતા યશ જોહરે કરી હતી.આ પ્રોડક્શન હાઉસે કુછ કુછ હોતા હૈ, કભી અલવિદા ના કહેના, સ્ટુડન્ટ ઑફ ધ યર, ગુડ ન્યૂઝ અને બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન અને શિવા જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

 

 

LEAVE A REPLY