અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી તેમના પરિવાર સાથે મંગળવાર, 21 જાન્યુઆરી, 2025 ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળા 2025 દરમિયાન સંગમ ખાતે 'પૂજા' કરે છે.

અબજોપતિ ગૌતમ અદાણીના નાના પુત્ર જીત આગામી મહિને એક સાદગીપૂર્ણ અને પરંપરાગત સમારંભમાં લગ્ન કરશે. લગ્નમાં કોઈપણ ધામધૂમ નહીં હોય અને કોઇ સેલિબ્રિટી પણ નહીં હોય. 28 વર્ષીય જીતે માર્ચ 2023માં અમદાવાદમાં એક ખાનગી સમારંભમાં દિવા શાહ સાથે સગાઈ કરી હતી. દિવા સુરતના હીરાના વેપારી જૈમિન શાહની પુત્રી છે.
અદાણી તેમના પરિવાર સાથે મહાકુંભ મેળાની મુલાકાત લીધી હતી. શું લગ્ન “સેલિબ્રિટીઝનો મહા કુંભ” હશે તેવા પ્રશ્નના જવાબમાં ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે “ચોક્કસપણે નહીં!”

તાજેતરમાં સોશિયલ મીડિયા એવી અટકળો ચાલતી હતી કે લગ્નના મહેમાનોની યાદીમાં ટેલર સ્વિફ્ટના પર્ફોર્મન્સ સાથે, ઇલોન મસ્કથી લઈને બિલ ગેટ્સ જેવા લોકોનો સમાવેશ થઈ શકે છે.સોશિયલ મીડિયા પર એવી પણ અટકળો હતો કે મોટેરા સ્ટેડિયમમાં ભારત-ઈંગ્લેન્ડ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચને લગ્નમાં કારણે બીજા સ્ટેડિયમમાં શિફ્ટ કરાશે.
પ્રયાગરાજના ત્રિવેણી સંગમ ખાતે તેમના પરિવાર સાથે ગંગા આરતી કર્યા બાદ અદાણીએ કહ્યું હતું કે “મારો ઉછેર અને અમારી કામ કરવાની રીત વર્કિંગ ક્લાસના એક સામાન્ય વ્યક્તિની છે. જીત પણ અહીં મા ગંગાના આશીર્વાદ માટે આવ્યો છે. લગ્ન સરળ અને પરંપરાગત કૌટુંબિક બાબત હશે.

તેમણે મહા કુંભ મેળાની તેમની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે તેમના પુત્રના લગ્ન 7 ફેબ્રુઆરીએ અમદાવાદમાં એક ખાનગી સમારંભ થશે. તેમની સાથે તેમની પત્ની પ્રીતિ અદાણી, પુત્રો કરણ અને જીત, પુત્રવધૂ પરિધિ અને પૌત્રી કાવેરી હતી. મહાકુંભમાં, અદાણી પરિવારે ઇસ્કોન ખાતે મહાપ્રસાદ સેવામાં ભાગ લીધા પછી લેટે હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી.

 

LEAVE A REPLY