(PTI Photo)
અદાણી જૂથ ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન પ્રોજેક્ટ્સ અને ગ્રીન એનર્જી ઉત્પાદન ક્ષમતામાં આશરે 100 બિલિયન ડોલર (રૂ.8,340 કરોડ)નું રોકાણ કરશે. ગ્રુપ ગ્રીન એનર્જીનના ઉત્પાદન માટે જરૂરી તમામ કમ્પોનન્ટમાં રોકાણ કરવા માગે છે, એમ તેના ચેરમેન ગૌતમ અદાણી બુધવારે જણાવ્યું હતું.
સોલાર પાર્ક અને વિન્ડ ફાર્મના નિર્માણ ઉપરાંત ગ્રુપ ગ્રીન હાઇડ્રોન, વિન્ડ પાવર ટર્બાઇન અને સોલર પેનલ્સ બનાવવા માટે ઇલેક્ટ્રોલાઇઝર્સનું ઉત્પાદન કરવા માગે છે. પાણીમાંથી હાઇડ્રોનને અલગ કરીને ગ્રીન હાઇડ્રોનનું ઉત્પાદન કરવામાં આવે છે અને હાલમાં તેને તમામ ઉદ્યોગો અને ટ્રાન્સપોર્ટેશનને ઉત્સર્જન મુક્ત બનાવવાનો મુખ્ય સ્રોત્ર માનવામાં આવે છે.
ક્રિસિલના ‘ઈન્ફ્રાસ્ટ્રક્ચર – ધ કેટાલિસ્ટ ફોર ઈન્ડિયાઝ ફ્યુચર’ ઈવેન્ટમાં બોલતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે એનર્જી ટ્રાન્ઝિશન અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રિલિયન ડોલરની તકો ઓફર કરે છે જે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે ભારતનું પરિવર્તન કરશે. આગામી દાયકામાં અમે એનર્જી ટ્રાન્ઝિશન ક્ષેત્રમાં 100 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કરીશું અને અમારી ઇન્ટિગ્રેટેડ રિન્યુએલબલ એનર્જી વેલ્યૂ ચેઇનનું વિસ્તરણ કરીશું.
કોલસાથી લઇને પોર્ટ સુધીના બિઝનેસ કરતું આ  જૂથ “વિશ્વનું સૌથી ઓછું ખર્ચાળ ગ્રીન ઈલેક્ટ્રોન” ઉત્પન્ન કરવા માંગે છે. આવું કરવા માટે, અમે પહેલેથી જ કચ્છ જિલ્લાના ખાવડામાં વિશ્વનો સૌથી મોટો સિંગલ-સાઇટ રિન્યુએબલ એનર્જી પાર્ક બનાવી રહ્યા છીએ. માત્ર આ એક જ સ્થળેથી 30 GW પાવર જનરેટ થશે. તેનાથી અમારી કુલ રિન્યુએબલ એનર્જી  ક્ષમતામાં 2030 સુધીમાં 50 ગીગાવોટ થશે.
તેમણે કહ્યું હતું કે “તમારામાંથી ઘણા લોકો જાણે છે કે ભારતના કિસ્સામાં, આપણો દેશ 2030 સુધીમાં 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપિત કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ મહત્વાકાંક્ષી લક્ષ્યાંક માટે 150 બિલિયન ડોલરથી વધુના વાર્ષિક રોકાણની જરૂર પડશે. ભારતમાં ગ્રીન એનર્જી તરફના પરિવર્તનને કારણે સોલાર અને વિન્ડ, એનર્જી સ્ટોરેજ, હાઇડ્રોજન અને તેના ડેરિવેટિવ્ઝ, ઇવી ચાર્જિંગ સ્ટેશન્સ તેમજ ગ્રીડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જેવા ક્ષેત્રોમાં લાખો નવી નોકરીઓનું સર્જન થશે.

LEAVE A REPLY