(ANI Photo)
અદાણી જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝે સ્થાનિક વિરોધ વચ્ચે કેન્યામાં એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર PLC નામની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીની સ્થાપના કરી છે. પેટાકંપનીનો ઉદ્દેશ્ય એરપોર્ટ બિઝનેસમાં રોકાણ કરવા માટે ચાલી રહેલી વાટાઘાટો સાથે એરપોર્ટને ટેકઓવર કરવાનો, ઓપરેટ કરવાનો અને મેનેજ કરવાનો છે, એમ તેને એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું.
અદાણી જૂથ હાલમાં ભારતમાં સાત એરપોર્ટનું સંચાલન કરે છે અને નવી મુંબઈમાં એક નવું એરપોર્ટ શરૂ કરવા માટે તૈયાર છે. જો કેન્યામાં સફળતા મળશે તો ઇન્ટરનેશનલ એરપોર્ટ ક્ષેત્રમાં અદાણીનો તે પ્રથમ પ્રોજેક્ટ હશે.
અગાઉ કેન્યા એરપોર્ટ ઓથોરિટી (KAA)એ જણાવ્યું હતું કે તેને નૈરોબીના એરપોર્ટના અપગ્રેડેશન માટે અદાણી જૂથ તરફથી રોકાણની દરખાસ્ત મળી છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા નૈરોબીના જોમો કેન્યાટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (JKIA) માટે જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ રોકાણની દરખાસ્ત સબમિટ કરવામાં આવી છે. JKIAના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હેનરી ઓગોયેએ જણાવ્યું હતું

LEAVE A REPLY