File- logo of Adani

કેન્યા એરપોર્ટ ઓથોરિટી (KAA)એ બુધવારે જણાવ્યું હતું કે તેને નૈરોબીના એરપોર્ટના અપગ્રેડેશન માટે અદાણી જૂથ તરફથી રોકાણની દરખાસ્ત મળી છે. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) દ્વારા નૈરોબીના જોમો કેન્યાટ્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ (JKIA) માટે જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ રોકાણની દરખાસ્ત સબમિટ કરવામાં આવી છે.

હાલમાં AAHL ભારતમાં સાત એરપોર્ટનું સંચાલન કરે છે અને નવી મુંબઈ એરપોર્ટનો પણ વિકાસ કરી રહી છે. એક નિવેદનમાં JKIAના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હેનરી ઓગોયેએ જણાવ્યું હતું કે કેન્યાની સરકારે નૈરોબી એરપોર્ટ પર પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ, રનવે, ટેક્સીવે અને એપ્રોનના અપગ્રેડેશન માટે મધ્યમ ગાળાના રોકાણની યોજનાને મંજૂરી આપ્યા બાદ દરખાસ્ત આવી છે.

JKIAનું નિર્માણ 1978માં થયું હતું અને તે વ્યૂહાત્મક રાષ્ટ્રીય સંપત્તિ છે. તેમણે જણાવ્યું હતું કે તેનું જુનુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમારી પ્રાદેશિક સ્પર્ધાત્મકતા માટે ખતરો છે. રોકાણની આવશ્યકતા નોંધપાત્ર છે અને ખાનગી ભંડોળનો આશરો લીધા વિના પ્રવર્તમાન નાણાકીય અવરોધો વચ્ચે ભંડોળ પૂરું પાડી શકાતું નથી.AAHLની દરખાસ્ત ટેકનિકલ, નાણાકીય અને કાનૂની સમીક્ષાને આધિન છે. આ પ્રોજેક્ટ માટે નેશનલ ટ્રેઝરી અને એટર્ની જનરલ તથા કેબિનેટની મંજૂરી જરૂરી છે.

 

LEAVE A REPLY