સ્વિસ સત્તાવાળાઓએ અદાણી ગ્રૂપ સામેના મની લોન્ડરિંગના આરોપોના ભાગરૂપે બહુવિધ સ્વિસ બેંક ખાતાઓમાં 310 મિલિયન ડોલરથી વધુનું ભંડોળ ટાંચમાં લીધું છે, એવો અમેરિકા સ્થિતિ રીસર્ચ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કંપની હિન્ડનબર્ગે મીડિયા રીપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો. જોકે અદાણી ગ્રુપ આ આરોપીને નકારી કાઢીને તેને પાયા વગરના ગણાવ્યાં હતાં.

X પરની એક પોસ્ટમાં હિંડનબર્ગે સ્વિસ મીડિયાના સ્વીસ કિમિનલ રેકોર્ડ અંગેના રીપોર્ટને ટાંકીને દાવો કર્યો હતો કે સ્વિસ સત્તાવાળાઓએ મની લોન્ડરિંગ અને બોગસ સિક્યોરિટીઝ તપાસના ભાગરૂપે બહુવિધ સ્વિસ બેંક ખાતાઓમાં $310 મિલિયનથી વધુ ભંડોળ ફ્રીઝ કર્યું છે. અદાણી સામેની આ તપાસ 2021ની શરૂઆતની છે. પ્રોસિક્યુટર્સે વિગતવાર જણાવ્યું હતું કે કેવી રીતે અદાણીના ફ્રન્ટમેને સંદિગ્ધ BVI/મોરિશિયસ એન્ડ બર્મુડા ફંડ્સમાં રોકાણ કર્યું હતું. આ ફંડ પાસે માત્ર અદાણીના શેરો છે.

અદાણી જૂથે આરોપોને પાયાવિહોણા ગણાવીને જણાવ્યું હતું કે તેઓ સ્વીસ કોર્ટમાં કોઇપણ પ્રકારની કાર્યવાહીનો સામનો કરી રહ્યું નથી. અમારી કંપનીના કોઇપણ ખાતા કોઇપણ સત્તાવાળાએ ટાંચમાં લીધા નથી. આ કથિત કોર્ટ ઓર્ડરમાં પણ સ્વીસ કોર્ટે અદાણી ગ્રુપની કોઇ કંપનીનું નામ આપ્યું નથી. અમારી પાસેથી કોઇપણ ઓથોરિટી કે નિયમનકારી સંસ્થા પાસેથી સ્પષ્ટતા પણ માગી નથી. અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે અમારું વિદેશી હોલ્ડિંગ માળખું પારદર્શક છે અને તમામ સંબંધિત કાયદાઓ સાથે સુસંગત છે.

સ્વિસ મીડિયા હાઉસ ગોથમ સિટીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ફેડરલ ક્રિમિનલ કોર્ટ (FCC)નો એક ચુકાદો દર્શાવે છે કે જિનીવા પબ્લિક પ્રોસિક્યુટર ઓફિસ હિન્ડેનબર્ગ રિસર્ચના રોકાણકારોએ પ્રથમ આરોપો મૂક્યા તે પહેલા ભારતીય ગ્રુપ અદાણી દ્વારા કથિત ગેરરીતિની તપાસ કરી રહી હતી. બિલિયોનેર ગૌતમ અદાણીના કથિત ફ્રન્ટમેન સાથે જોડાયેલા પાંચ સ્વીસ બેન્કમાં 310 મિલિયન ડોલરથી વધુ ભંડોળ ટાંચમાં લેવાયું છે.

LEAVE A REPLY