જાણીતા ટાઇમ મેગેઝિનમાં વિશ્વની પ્રતિષ્ઠિત કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ગુજરાતના અદાણી ગ્રુપને સ્થાન આપવામાં આવ્યું છે. અદાણી ગ્રુપ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું છે કે, “આ સન્માન કર્મચારીઓના સંતોષ, આવકમાં વૃદ્ધિ અને સ્થિરતા માટે અદાણી ગ્રુપની કટિબદ્ધતાનું પ્રતિબિંબ ઉજાગર કરે છે. ​અદાણી ગ્રુપના કઠોર પરિશ્રમ અને તેના હસ્તકના તમામ બિઝનેસીઝમાં મર્યાદાઓને પાર કરીને તે બિઝનેસને આગળ વધારવા તેમજ શ્રેષ્ઠતા સુધી પહોંચાડવાના સતત પ્રયાસોનું આ પરિણામ છે.” 2024ની વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓની આ યાદી ત્રણ મુખ્ય પરિમાણોના વિશ્લેષણને આધારે તૈયાર કરવામાં આવી છે.​

કર્મચારીનો સંતોષ: અંદાજે 1,70,000 સહભાગીઓ સાથે 50થી વધુ દેશોમાં કરાયેલા સર્વેક્ષણોમાં પ્રત્યક્ષ અને પરોક્ષ ભલામણો, કામકાજની સ્થિતિ, પગાર, સમાનતા અને કંપનીની સમગ્ર છાપના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

આવક વૃધ્ધિ: આ પરિમાણ અંતર્ગત 2023માં US$100 મિલિયનથી વધુ આવક અને 2021થી 2023 સુધીની વૃદ્ધિ દર્શાવતી કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

​સ્થિરતા: આ માપદંડ અંતર્ગત સ્ટેટિસ્ટાના ESG ડેટાબેઝ અને લક્ષિત સંશોધનમાંથી પ્રમાણિત ESG KPIsના આધારે કંપનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ મૂલ્યાંકનમાં અદાણી પોર્ટફોલિયોની 11માંથી 8 લિસ્ટેડ કંપનીઓને ધ્યાનમાં લેવામાં આવી હતી. જે સમગ્ર અદાણી ગ્રુપના વ્યાપક સર્વાંગી પ્રદર્શનને પ્રતિબિંબિત કરે છે. અન્ય ત્રણ લિસ્ટેડ કંપનીઓ આ આઠ કંપનીઓની પેટા કંપની છે.

LEAVE A REPLY