પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતના શિક્ષણ વિભાગે ચાલુ નોકરીએ વિદેશમાં ઘણી સમયથી રહેતા શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ કરી છે. સરકારની તપાસમાં બહાર આવ્યું છે કે રાજ્યના 17 જિલ્લાના 32 શિક્ષકો લાંબા સમયથી વિદેશ પ્રવાસ છે. સરકારે આ શિક્ષકોની તપાસ કરીને યોગ્ય કરવા કરવાનો પણ આદેશ આપ્યો છે.

કેટલાક જિલ્લાની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો પછી સરકારે આ કાર્યવાહી કરી હતી. શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ-ડીપીઓ પાસેથી લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકોની વિગતો મંગાવી હતી. આ અંગેના રીપોર્ટ મુજબ  રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર છે. જેમાં 31 શિક્ષકો રજાની મંજૂરી વિના જ ગેરહાજર છે.

અમદાવાદ જિલ્લા સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર છે અને એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક તો 177 દિવસની રજા પર છે. અમદાવાદ ગ્રામ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં 8 શિક્ષકો 90 દિવસ કરતાં વધુ સમયથી રજા પર છે. જેમાં 7 શિક્ષકો વિદેશ પ્રવાસમાં છે અને એક શિક્ષક મેડિકલ કારણસર રજા પર છે.

LEAVE A REPLY