અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના છૂટાછેડાની સતત અફવાઓ વચ્ચે તેમના ચાહકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ઐશ્વર્યા અને અભિષેકને લઇને મણિરત્નમ એક ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા હોવાનું કહેવાય છે.
ઐશ્વર્યા-અભિષેકની મણિરત્નમ સાથે આ ત્રીજી ફિલ્મ હશે. અગાઉ તેમણે ‘ગુરુ’ અને ‘રાવણ’માં તેમની સાથે કામ કર્યું છે. મણિરત્નમ સાથે જોડાયેલા સૂત્રના જણાવ્યા અનુસાર મણિને આ ફિલ્મ માટે યોગ્ય વાર્તા પણ મળી ગઈ છે.
અભિષેક આ પહેલાં ઐશ્વર્યા સહિતની બે ફિલ્મો ઉપરાંત ‘યુવા’માં પણ તેમની સાથે કામ કરી ચૂક્યો હોવાથી મણિરત્ન સાથે કામ કરવા માટે હંમેશા ઉત્સાહિત હોય છે. મણિરત્નમ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલા સૂત્રના જણાવ્યા અનુસાર, “મણિ સર તેમની બંને સાથે કામ કરવા માટે ઘણા લાંબા સમયથી કોઈ સારી સ્ક્રિપ્ટની શોધમાં હતાં. હવે તેમણે નક્કી કરી લીધું છે કે તેમને આ બંને સાથે કયા વિષય પર કામ કરવું છે.”