(Photo by STRDEL/AFP via Getty Images)
બોલીવૂડના ચોકલેટી હીરો  આમિર ખાન અને લવર બોય સલમાન ખાને ‘અંદાઝ અપના અપના’માં સાથે કામ કર્યું હતું. 1994 પછી આ બંને ખાન કલાકારો  ક્યારેય એકસાથે કોઈ ફિલ્મમાં જોવા મળ્યા નથી. પરંતુ આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા તાજેતરમાં સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર કરવામાં આવેલી પોસ્ટથી ઉત્સુકતા વધી છે. આ પોસ્ટ મુજબ બંને કલાકારો 30 વર્ષ પછી ફરી સાથે કામ કરશે તેવી બોલીવૂડમાં ચર્ચાઓ શરૂ થઈ છે.
આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા સલમાનની એક દાયકા જૂની પોસ્ટ શોધવામાં આવી હતી. 2010ની આ પોસ્ટમાં સલમાને લખ્યું હતું, “એ ફિલ્મ પછી મેં આમિરને મને સ્પર્શ કરવા દીધો નથી. એ મને સોનુ બનાવી દે તો?” સલમાનના
આ નિવેદનને ટાંકીને આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા લખવામાં આવ્યું, “અમે આ અંગે ઘણું વિચાર્યું.” પ્રોડક્શન હાઉસની આ પોસ્ટથી દર્શકો અનેક સંભાવનાઓ વિચારી રહ્યા છે. આ અંગે એક યુઝરે લખ્યું હતું કે, “નવી ફિલ્મનું નવું ટીઝર?” તો બીજા એક યૂઝરે લખ્યું,“તો તમે બંને કોઈ કામમાં એક સાથે આવી રહ્યા છો અને તમે તેનું માર્કેટિંગ કરવામાં બહુ સારા છો.” તો કોઈએ લખ્યું, “દો દોસ્ત ફિર સે એક કપ મેં ચાય પિયેંગે ક્યા?”  તો કોઈએ તો એમની બંનેની સાથે શાહરુખ પણ જોડાય તેવી શુભેચ્છા આપી હતી.
એક તરફ સલમાન ખાન તેની નવી ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં છે, જ્યારે આમિરે તાજેતરમાં એક કાર્યક્રમમાં પોતાના નિવૃત્તિના આયોજન વિશે વાત કરી હતી. સુપ્રીમ કોર્ટમાં ‘લાપતા લેડીઝ’ના સ્ક્રિનિંગ વખતે આમિરે ચીફ જસ્ટિસને કહ્યું હતું કે, “હું સરને કહેતો હતો, કે કોવિડ દરમિયાન, જ્યારે હું 56 વર્ષનો હતો, મને લાગેલું કે આ મારી કારકિર્દીનો આખરી પડાવ પર છે, હું બસ હજુ 15 વર્ષ સુધી કામ કરીશ. 70 વર્ષનો થઈશ ત્યાં સુધી સક્રિયપણે કામ કરી શકીશ પછીનું કોણ જાણે છે. હું જે પણ શીખ્યો છું, તે હું પાછું આપવા ઇચ્છું છું કારણ કે ઇન્ડસ્ટ્રી, સમાજ અને દેશે મને ઘણું આપ્યું છે. હું માનતો હતો કે હું એક વર્ષની એક ફિલ્મ કરીશ, પરંતુ જો હું ફિલ્મ બનાવીશ તો હું એકથી વધારે સારી વાર્તાઓને ન્યાય આપી શકીશ.”

LEAVE A REPLY