
AAHOAના પ્રમુખ અને CEO લૌરા લી બ્લેક પટેલ પાર્ટનર્સના નીલ પટેલ કાયદાકીય અને રાજકીય પડકારો વચ્ચે હોટેલ ઉદ્યોગની હિમાયતમાં તેમના નેતૃત્વ માટે 2024ના ધ હિલના ટોચના લોબિસ્ટ્સમાં સામેલ હતા. આ યાદીમાં સ્થાન પામવું તે એવા વ્યક્તિઓનું સન્માન છે, જેમણે બદલાતા રાજકીય લેન્ડસ્કેપમાં ઉદ્યોગના હિતોને અસરકારક રીતે આગળ વધાર્યા છે.
AAHOA એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હોસ્પિટાલિટી સેક્ટર ચાલુ કાયદાકીય અને નિયમનકારી પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે બ્લેક અને પટેલનો આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. AAHOAના ચેરમેન મિરાજ પટેલે બ્લેક અને નીલ પટેલને માન્યતા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પટેલે જણાવ્યું હતું કે, “અમારા ઉદ્યોગ વતી તેમનું સમર્પણ અને પ્રયત્નો સતત અર્થપૂર્ણ અસર કરે છે.” AAHOA અને અમારા ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા આવા મજબૂત હિમાયતીઓ માટે અમે ભાગ્યશાળી છીએ.”
બ્લેક અને પટેલ માટે આ બીજું સન્માન છે, જેમનું આ પહેલા પણ સન્માન થઈ ચૂક્યું છે, એમ AAHOAએ ઉમેર્યું હતું. બ્લેકે અન્ય લોબીઇસ્ટ સાથે માન્યતા પ્રાપ્ત કરવાને એક સન્માન ગણાવ્યું છે. “આ સિદ્ધિ એએએચઓએના હજારો સભ્યોની સંલગ્નતા અને યોગદાન વિના શક્ય નહીં બને, જેમના અવાજોથી અમારા પ્રયત્નોને પ્રેરણા મળે છે અને આગળ વધે છે,” એમ તેમણે જણાવ્યું હતું.”અમે હોટલ માલિકોના હિતોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ રહીએ છીએ અને દરેક સમયે ઉદ્યોગની હિમાયતને મજબૂત કરવા માટે કામ કરવાનું ચાલુ રાખીશું.”
પટેલે કહ્યું કે તેઓ અમેરિકાના હોટલ માલિકોનું પ્રતિનિધિત્વ કરવા માટે સન્માનિત થયાનું અનુભવે છે. “આ નોંધપાત્ર
વ્યક્તિઓ માત્ર મહાન ઉદ્યોગસાહસિકો અને જોબ સર્જકો જ નથી પણ અમેરિકન ડ્રીમ ઇન એક્શનનું અગ્રણી ઉદાહરણ પણ છે,” એમ તેમણે જણાવ્યું હતું. “આ માન્યતા અર્થપૂર્ણ પરિવર્તનની હિમાયત કરવા માટે AAHOA અને તેના સભ્યોના સમર્પણને દર્શાવે છે.”
