સ્ટાર ઈન્ડિયા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 90 વર્ષની લાંબી સફર પર એક વેબ સિરીઝ બનાવશે જેથી લોકોને દેશની ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાં કેન્દ્રીય બેંકની મહત્વની ભૂમિકા વિશે વધુ સારી જાણકારી મળી શકે.
1935માં સ્થપાયેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ આ વર્ષે એપ્રિલમાં 90 વર્ષ પૂર્ણ કર્યા છે.
રિઝર્વ બેન્કે તેના 90 વર્ષની સફરની વેબ સિરિઝ બનાવવા માટે જુલાઈમાં રિકવેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) જારી કરી હતી. વેબ સિરીઝના નિર્માણ અને વિતરણ સ્ટાર ઈન્ડિયા, વાયકોમ 18, ઝી એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક અને ડિસ્કવરી કોમ્યુનિકેશન ઈન્ડિયા રસ દર્શાવ્યો હતો.
ઝી એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક અને ડિસ્કવરી કોમ્યુનિકેશન્સ ઈન્ડિયા ટેકનિકલ ઇવેલ્યુશન રાઉન્ડથી આગળ ક્વોલિફાય થઈ શક્યા ન હતા, જ્યારે સ્ટાર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ અને વાયાકોમ 18એ અંતિમ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. આરબીઆઈના જણાવ્યા અનુસાર સ્ટાર ઈન્ડિયાને વેબ સિરીઝ બનાવવા માટે રૂ. 6.5 કરોડનું ટેન્ડર આપવામાં આવ્યું છે.
આરએફપી દસ્તાવેજ મુજબ, આરબીઆઈએ તેની 90 વર્ષની સફરની યાદમાં, રાષ્ટ્રીય ટીવી ચેનલો અને/અથવા OTT પ્લેટફોર્મ પર પ્રસારિત કરી શકાય તેવી દરેક લગભગ 25-30 મિનિટની પાંચ એપિસોડની વેબ સિરીઝ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
