કાર્ટર સેન્ટર જણાવ્યા અનુસાર 3 જાન્યુઆરી, 1978ના રોજ કાર્ટર અને તત્કાલિન ફર્સ્ટ લેડી રોઝલિન કાર્ટરે નવી દિલ્હીથી એક કલાકના અંતરે આવેલા હરિયાણાના દૌલતપુર નસીરાબાદ ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત એટલી સફળ રહી કે થોડા સમય પછી ગામના રહેવાસીઓએ ગામનું નામ બદલીને ‘કાર્ટરપુરી’ રાખ્યું હતું અને પ્રમુખ કાર્ટરના બાકીના કાર્યકાળ માટે વ્હાઇટ હાઉસ સાથે સંપર્કમાં રહ્યાં હતાં.
સફરની કાયમી છાપ પડી હતી. 2002માં પ્રેસિડન્ટ કાર્ટરને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો ત્યારે ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. 3 જાન્યુઆરીએ કાર્ટરપુરીમાં રજા રહે છે. સરકારે જણાવ્યું હતું કે આ મુલાકાતે બંને દેશો કાયમી ભાગીદારી માટે પાયો નાખ્યો હતો. બંને દેશોને ઘણો ફાયદો થયો હતો.