સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવાર વહેલી સવારે બુટલેગિંગમાં કથિત રીતે સામેલ એક SUVને અટકાવવાનો પ્રયાસ કરતી વખતે 50 વર્ષીય પોલીસ અધિકારીનું મોત થયું હતું. આ ઘટના દસાડા-પાટડી રોડ પર કાથડા ગામ નજીક સવારે 2.30 વાગ્યે બની હતી.
બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) સાથે જોડાયેલા સબ-ઇન્સ્પેક્ટર જે એમ પઠાણે કથિત રીતે દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી એસયુવીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પઠાણ અને એસએમસીના અન્ય સભ્યો રસ્તાને અવરોધતા વળાંક પર ઉભા હતા ત્યારે એક શંકાસ્પદ એસયુવી તેમની નજીક આવી હતી પરંતુ દરમિયાન પાટડી દસાડા તરફ જતા માર્ગ પરથી પસાર થતાં એક અજાણ્યા ટ્રક ચાલકે તેમની કારને અડફેટે લઈ લીધી હતી.
પઠાણને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેને દસાડા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યાં હતાં અને બાદમાં વિરમગામની સરકારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દારૂબંધી સામેની લડાઈમાં પોતાના જીવનનું બલિદાન આપવા બદલ બહાદુર અધિકારીને શ્રદ્ધાંજલિ આપી હતી.
