The US Supreme Court temporarily halted the ban on the abortion pill
પ્રતિકાત્મક તસવીર ( (istockphoto.com)

દિલ્હી હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે કોઇ વ્યક્તિને તેની સામે માત્ર પેન્ડિંગ ફોજદારી કેસને આધારે વિદેશ જતો અટકાવી શકાય નહીં. માત્ર પેન્ડિંગ ફોજદારી કેસને આધારે વ્યક્તિ વિદેશમાં લાંબા ગાળાની તકો શોધવાના તેના અધિકારોનો ઉપયોગ કરવાથી આપોઆપ ગેરલાયક ઠરતો નથી.

કોર્ટે પેન્ડિંગ ફોજદારી કેસ ધરાવતા એક વ્યક્તિને બે સપ્તાહમાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (પીસીસી) આપવાનો પાસપોર્ટ સત્તાવાળાને આદેશ કર્યો હતો.

પહેલી ઓક્ટોબરે જારી કરેલા આદેશમાં કોર્ટે જણાવ્યું હતું કે અરજદારના અધિકારો અને હિતોનું એક સાર્વભૌમ એકમ તરીકે ઓથોરિટીની જવાબદારી સાથે સંતુલિત હોવું જોઇએ. સંબંધિત વ્યક્તિએ જરૂરી ડિપોઝિટ જમા કરીને રિજનલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર ((RPFC)ના આદેશનું પાલન કર્યું છે.તે કેનેડિયન સત્તાવાળાઓને તેમની વિઝા અરજીના મૂલ્યાંકન માટે સંપૂર્ણ પારદર્શિતા પ્રદાન કરશે. PCC આજથી બે અઠવાડિયા જારી કરો.

કોર્ટે નોંધ્યું હતું કે દિલ્હી પોલીસના અહેવાલ મુજબ માત્ર પેન્ડિંગ એફઆઈઆરને આધારે આ વ્યક્તિને પીસીસી નકારવામાં આવ્યું હતું. જોકે એ વાત પર ભાર મૂકવો જોઈએ કે માત્ર પેન્ડિંગ ફોજદારી કેસને આધારે વ્યક્તિ વિદેશમાં લાંબા ગાળાની તકો મેળવવાના તેના અધિકારનો ઉપયોગ કરવા માટે આપમેળે ગેરલાયક ઠરતી નથી.
કોર્ટે જણાવ્યું હતું કે વિદેશી સત્તાવાળાને સચોટ માહિતી આપવાની વિદેશ મંત્રાલયની એક જવાબદારી છે તે બાબત સાચી છે, પરંતુ આ જવાબદારીથી અરજદારને લાંબા ગાળાના વિઝા માટે અરજી કરતો અન્યાયી રીતે અટકાવી શકાય નહીં.

કેસમાં વરિષ્ઠ પેનલ કાઉન્સેલ ફરમાન અલીએ વિદેશ મંત્રાલય અને દિલ્હી પોલીસનું પ્રતિનિધિત્વ કર્યું હતું.અરજદારને કેનેડામાં સ્ટાર્ટ-અપ વિઝા પ્રોગ્રામ હેઠળ અરજી કરવા માટે જરૂરી પીસીસી આપવાનો સત્તાવાળાએ ઇનકાર કર્યો હતો, તેથી વેલિડ પાસપોર્ટ ધરાવતા આ અરજદારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કેનેડિયન વિઝા નિયમો અનુસાર, અરજદારે કેનેડામાં બિઝનેસ શરૂ કરવા માટે તેમના રહેઠાણના દેશમાંથી PCC સબમિટ કરવું આવશ્યક છે.

LEAVE A REPLY